ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"Delhi CM કેજરીવાલનું ઇન્સ્યુલિન ડૉક્ટરોએ બંધ કરેલું ": LG વીકે સક્સેના

Delhi CM અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના 1 એપ્રિલથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારવાર અંગે આમ આદમી પાર્ટી(AAP)એ સવાલો ઉભા કર્યા છે. AAP નેતાઓ દાવો કર્યો હતો કે...
11:05 AM Apr 22, 2024 IST | Kanu Jani

Delhi CM અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના 1 એપ્રિલથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયત સારવાર અંગે આમ આદમી પાર્ટી(AAP)એ સવાલો ઉભા કર્યા છે. AAP નેતાઓ દાવો કર્યો હતો કે કેજરીવાલને ડાયાબિટીસ(Diabetes) છે પરંતુ તેમને ઇન્સ્યુલિન(Insulin)ના ડોઝ નથી આપવામાં આવી રહ્યા, જેથી તેના જીવને જોખમ છે.

આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ પકડાઈ ગયું

આ વિવાદમાં હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ જંપલાવ્યું છે. એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે કેજરીવાલના ડૉક્ટરોએ જ તેમને ઈન્સ્યુલિન આપવાની મનાઈ કરી છે.

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, Delhi CM કેજરીવાલના સ્વાસ્થ્યને અંગે તિહાર જેલ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ પકડાઈ ગયું છે.

કેજરીવાલના સ્વાસ્થ્ય બબાતે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ તેલંગાણાના ખાનગી ક્લિનિક્સમાં સારવારને આધારે કરવામાં આવ્યા છે.

કેજરીવાલ ગુપ્ત રીતે દક્ષિણમાં સારવાર લઈ રહ્યા હતા

એલ જી ઓફિસના નિવેદન અનુસાર, અરવિંદ કેજરીવાલ ઈન્સ્યુલિન રિવર્સલ પર હતા અને તેમની ધરપકડના ઘણા સમય પહેલા ડોક્ટરે ઈન્સ્યુલિનનો ડોઝ બંધ કરી દીધા હતા. તેમણે દિલ્હીની સ્વાસ્થ્ય વ્યવસ્થાને અંગે પણ આમ આદમી પાર્ટીના દાવા પર પણ પ્રહારો કર્યા અને નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કેજરીવાલને ગુપ્ત રીતે દક્ષિણમાં સારવાર માટે જવું પડશે.

એલજી ઓફિસના નિવેદનમાં આ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ અરવિંદ કેજરીવાલ તેલંગાણા સ્થિત એક ખાનગી ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યા હતા અને તેમના ડૉક્ટરે તેમને ઈન્સ્યુલિનનો ડોઝ આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ ડાયાબિટીસ વિરોધી ટેબ્લેટ મેટફોર્મિન લઇ રહ્યા હતા.

તિહાર જેલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન કેજરીવાલે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્યુલિન લઈ રહ્યા હતા, થોડા મહિના પહેલા તેલંગાણાના ડોક્ટરે ઇન્સ્યુલિન આપવાનું બંધ કરી દીધું હતું.

RML હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ અનુસાર કેજરીવાલને ન તો કોઈ ઈન્સ્યુલિનની સલાહ આપવામાં આવી હતી કે ન તો કોઈ ઈન્સ્યુલિનની જરૂરિયાત વિશે જણાવવામાં આવ્યું હતું.

10 અને 15 એપ્રિલના રોજ કેજરીવાલના સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમને ડાયાબિટીસની દવા લેવાની આપવામાં આવી હતી. 

આ પણ વાંચો- DELHI : કચરાના પહાડમા લાગેલ વિકરાળ આગ હજી પણ યથાવત, હવે લોકો માટે શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

Next Article