Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા- સાઉદી અરબ વચ્ચેની ડિફેન્સ ડિલે મિડલ ઇસ્ટમાં નોંતર્યો સંઘર્ષ, બની હમાસના હુમલાનું કારણ

છેલ્લા કેટલાક મહિનામાં મિડલ ઈસ્ટ શાંતિ તરફ પાછુ ફરી રહ્યું હતું, પરંતુ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલાથી મધ્ય પૂર્વમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. જે જૂથવાદનો અંત આવતો જણાતો હતો તે હવે ફરી મજબૂત બન્યો છે. હમાસના...
અમેરિકા  સાઉદી અરબ વચ્ચેની ડિફેન્સ ડિલે મિડલ ઇસ્ટમાં નોંતર્યો સંઘર્ષ  બની હમાસના હુમલાનું કારણ

છેલ્લા કેટલાક મહિનામાં મિડલ ઈસ્ટ શાંતિ તરફ પાછુ ફરી રહ્યું હતું, પરંતુ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલાથી મધ્ય પૂર્વમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. જે જૂથવાદનો અંત આવતો જણાતો હતો તે હવે ફરી મજબૂત બન્યો છે. હમાસના હુમલા બાદ તમામ આરબ દેશોએ સર્વસંમતિથી ઈઝરાયેલની નિંદા કરી છે. સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર, ઓમાન, UAE સહિત લગભગ તમામ ગલ્ફ દેશો એકસાથે જોવા મળ્યા હતા.

Advertisement

ખુબજ સમજપૂર્વકની રણનીતિને આધારે કરાયો હુમલો


વાસ્તવમાં, આ હુમલા વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ખૂબ જ સારી રીતે વિચારીને કરવામાં આવ્યો છે. હાલના સમયમાં આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ રહ્યા છે. જો આવું જ રહ્યું તો પેલેસ્ટાઈન માટે અવાજ ઉઠાવવા માટે કોઈ બાકી નહીં રહે. .એટલું જ નહીં જો આવું થયું તો ઈરાનને પણ નુકસાન સહન કરવું પડે, કારણ કે તે ગલ્ફમાં અલગ-થલગ પડી જાય . આ જ કારણ છે કે હુમલા બાદ હમાસના સમર્થનમાં અવાજ ઉઠાવનાર પ્રથમ દેશોમાં ઈરાન સામેલ હતું.

Advertisement

યુએસ-સાઉદી અરેબિયા સંરક્ષણ કરારને કારણે હુમલો

રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકા સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે. બદલામાં, સાઉદી અરેબિયાને અમેરિકા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવાની તક મળી હોત. જો આમ થાય તો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમાધાનના દરવાજા પણ બંધ થઈ જાય, કારણ કે તેહરાન વોશિંગ્ટનની વિરુદ્ધ રહ્યું છે. ઓગસ્ટમાં જ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાયાનને મળ્યા હતા.

Advertisement

જો સાઉદી અરેબિયા ઇઝરાયલની નજીક આવે છે, તો ઇરાન સાથેના તેના સુધરતા સંબંધો પાટા પરથી ઉતરી જાય એટલું જ નહીં પેલેસ્ટાઇનનો મુદ્દો પણ કોરાણે મુકાઇ જાત.. કારણ કે ઈરાન પેલેસ્ટાઈનનું કટ્ટર સમર્થક રહ્યું છે. અન્ય આરબ દેશોની પણ આવી જ હાલત છે. પરંતુ હમાસ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથો કોઈપણ સંજોગોમાં આવું થવા દેવા માંગતા નથી. માનવામાં આવે છે કે આના કારણે હમાસે ઈઝરાયેલને નિશાન બનાવ્યું, જેથી પેલેસ્ટાઈન માટે ફરી અવાજ ઉઠાવી શકાય.

આરબ દેશો પેલેસ્ટાઈનની અવગણના કરી શકે નહીં

હમાસના હુમલાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો ઈઝરાયેલને મધ્ય પૂર્વમાં સુરક્ષાની જરૂર હોય તો પેલેસ્ટાઈનની અવગણના કરી શકાય નહીં. હમાસના નેતા ઈસ્માઈલ હનીયાહે પણ કહ્યું હતું કે આરબ દેશોએ ઈઝરાયેલ સાથે જે પણ શાંતિ સમજૂતીઓ કરી છે તે આ સંઘર્ષનો અંત નહીં આવે. હિઝબુલ્લા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે આ હુમલા દ્વારા સાઉદી અરેબિયાને પણ સંદેશ આપવામાં આવ્યો છે કે તે પેલેસ્ટાઈનને ભૂલી શકે નહીં.

Tags :
Advertisement

.