Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, કોરોનાના કારણે રાજ્યમાં એક મૃત્યુ

ગુજરાતમાં ફરી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલ કરતા આજે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બીજી તરફ કોરોનાની સારવાર બાદ 454 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 150 નોંધાયા છ
02:40 PM Jul 04, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં ફરી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલ કરતા આજે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બીજી તરફ કોરોનાની સારવાર બાદ 454 લોકો સાજા થયા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 150 નોંધાયા છે. તો સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 29, મહેસાણામાં 19, ભાવનગર શહેરમાં 16, મોરબીમાં 12, વડોદરા ગ્રામ્ય 11, વલસાડ 1, ગાંધીનગર શહેર 10, સુરત 9, રાજકોટ શહેર 8, ભરૂચ 7, ગાંધીનગર ગ્રામ્ય 7, કચ્છ 7, નવસારીમાં સાત કેસ સામે આવ્યા છે. રાજ્યના 19 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. આજે સામે રાજ્યમાં રાજ્યમાં નવા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો 12 લાખ 34 હજાર 117 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 948 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા
ગુજરાતમાં  હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 3512 છે, જેમાં એક દર્દી હાલમાં વેન્ટીલેટર પર છે. હાલમાં રાજ્યમાં 12 લાખ 19 હજાર 657 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાને લીધે 10948 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે. 
ગુજરાતમાં રસીકરણની પરિસ્થિતિ
ગુજરાતમાં કોરોના સંક્રમણથી બચવા રસીકરણ અભિયાનને મોટી સફળતા મળી છે.  છેલ્લાં 24કલાકમાં રાજ્યમાં 43981 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યનું કુલ વેક્સીનેશન કવરેજ 11 કરોડ 15 લાખ 76 હજાર 687 ડોઝ થઈ ગયું છે. 
 
આ પણ વાંચો- 2021માં ફરી એકવાર ગુજરાતની જીત, સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર
Tags :
coronaingujaratCoronaUpdateCoronaVaccineCoronaVirusCovid19GujaratFirst
Next Article