Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી વધુ કેસ

દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજે પણ આ મહામારી પૂરી રીતે આપણા જીવનથી દૂર થઇ નથી. ભારતમાં પણ કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ થઇ રહ્યા છે. જીહા, આજે સોમવારની સરખામણીએ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે. સોમવારે (04 જુલાઈ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાàª
04:30 AM Jul 05, 2022 IST | Vipul Pandya
દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજે પણ આ મહામારી પૂરી રીતે આપણા જીવનથી દૂર થઇ નથી. ભારતમાં પણ કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ થઇ રહ્યા છે. જીહા, આજે સોમવારની સરખામણીએ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે. સોમવારે (04 જુલાઈ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,086 નવા કેસ નોંધાયા છે. વળી, કોવિડ-19થી આ સમયગાળામાં 24 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,456 લોકો કોવિડ-19થી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,13,864 છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1,13,864 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,28,79,477 લોકોએ કોરોના વાયરસને માત આપી છે. જ્યારે આ જીવલેણ વાયરસને કારણે દેશમાં કુલ 5,25,223 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સામે વેક્સિન અભિયાન પણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,78,383 રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 1,97,98,21,197 રસી આપવામાં આવી છે. 
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના નોંધાયા 16 હજારથી વધુ કેસ, 24 દર્દીઓના મોત
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesPositivityRateRecoveryRatevaccine
Next Article