David Warner : ડેવિડ વોર્નરે ટેસ્ટ બાદ ODI ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
David Warner : ડેવિડ વોર્નરે David Warner નવા વર્ષના પહેલા જ દિવસે વિશ્વ ક્રિકેટ ( CRICKET )ને ચોંકાવી દીધું. તેણે હવે ODI ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે વોર્નરે પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. તેણે કહ્યું હતું કે તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ રમશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડની ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટની શરૂઆત પહેલા જ વોર્નરે હવે ODI ક્રિકેટમાંથી પણ વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે.
ડેવિડ વોર્નર ODI ક્રિકેટ નિવૃત્તિની જાહેરાત કરી
ડેવિડ વોર્નર (David Warner) ની ટેસ્ટ ક્રિકેટ ( CRICKET ) છોડવાની જાહેરાત સાથે જ અનેક સવાલો ઉભા થવા લાગ્યા. સવાલ એ છે કે ટેસ્ટ છોડ્યા બાદ તે ક્રિકેટના અન્ય ફોર્મેટમાં કેટલો સમય રમશે? ઓસ્ટ્રેલિયન ટીમમાં તેનું ભવિષ્ય કેવું હશે? પરંતુ, વોર્નરે હવે તે પ્રશ્નોના જવાબો આપવાનું શરૂ કર્યું છે અને ODI ક્રિકેટ ( CRICKET )માંથી તેની નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
સિડનીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી
ડેવિડ વોર્નરે David Warner સિડનીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની છેલ્લી ટેસ્ટ પહેલા, તે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે તે ટેસ્ટ અને વનડે બંનેમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે ભારત સામે રમાનારી વર્લ્ડ કપ ( WORLD CUP ) ની ફાઇનલ મેચ ડેવિડ વોર્નરની કારકિર્દીની છેલ્લી વનડે હશે.
ડેવિડ વોર્નરે કહી આ વાત
જો કે, આ કોન્ફરન્સમાં વોર્નરે એક વધુ વાત કહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ઇચ્છે તો 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે વાપસી કરી શકે છે.
ડેવિડ વોર્નરની ODI કારકિર્દી
ડેવિડ વોર્નર (David Warner) ની વનડે કારકિર્દી 14 વર્ષ સુધી જોરદાર રહી. 2009માં ડેબ્યૂ કર્યા બાદ, તેણે વર્ષ 2023માં ODI ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. તેણે તેની ODI કારકિર્દીમાં કુલ 161 મેચ રમી. જેમાં તેણે 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા. વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 179 રન હતો. તેણે 22 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. આ સિવાય ક્રિકેટના આ ફોર્મેટમાં વોર્નરે 733 ફોર અને 130 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વોર્નર છઠ્ઠો બેટ્સમેન છે.
વોર્નર T20I ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
જો કે, ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધા બાદ સવાલ એ ઊભો થાય છે કે વોર્નર T20Iમાં શું કરશે ?. તો તમને જણાવી દઈએ કે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે તે ઉપલબ્ધ રહેશે. મતલબ કે તે T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.