Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દર્શન રાવલના નવા સોંગ 'માહિયે જીન્ના સોહણા'એ મચાવી ધૂમ, સ્પોટીફાયના ગ્લોબલ પ્લેટફાર્મ પર ભારતના ટોપ ફાઇવ સોંગ્સમાં એન્ટ્રી

વિશ્વ સ્તરે નામના મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલનું નવુ સોંગ 'માહિયે જીન્ના સોહણા' લોકપ્રિયતાના નવા શીખરો સર કરી રહ્યું છે.. આ સોંગ સ્પોટીફાયના ગ્લોબલ પ્લેટફાર્મ પર ભારતના ટોપ ફાઇવ સોંગ્સમાં એન્ટ્રી પામ્યુ છે. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાતના એકપણ સિંગરનું...
દર્શન રાવલના નવા સોંગ  માહિયે જીન્ના સોહણા એ મચાવી ધૂમ  સ્પોટીફાયના ગ્લોબલ પ્લેટફાર્મ પર ભારતના ટોપ ફાઇવ સોંગ્સમાં એન્ટ્રી

વિશ્વ સ્તરે નામના મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ સિંગર દર્શન રાવલનું નવુ સોંગ 'માહિયે જીન્ના સોહણા' લોકપ્રિયતાના નવા શીખરો સર કરી રહ્યું છે.. આ સોંગ સ્પોટીફાયના ગ્લોબલ પ્લેટફાર્મ પર ભારતના ટોપ ફાઇવ સોંગ્સમાં એન્ટ્રી પામ્યુ છે. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાતના એકપણ સિંગરનું સોંગ આ રીતે ગ્લોબલ પ્લેટફાર્મ પર ટોપ ફાઇવમાં એન્ટ્રી પામ્યું નથી.

Advertisement

દર્શન રાવલ ગુજરાતના વિજાપુરનો એ યુવાન છે જે આજે વિશ્વ ફલક પર પોતાની ગાયિકી દ્વારા ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. પાંચ વર્ષના ટુંકા ગાળામાં સંગીતક્ષેત્રે દર્શન રાવલે વિશાળ સિદ્ધિઓ હાંસલ કરી છે . દર્શન રાવલે તેનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલમાંથી મેળવેલુ છે.. ઇન્ડિયાઝ રો સ્ટારમાં દર્શન રાવલ ફર્સ્ટ રનર અપ રહ્યો હતો, આજે દર્શન રાવલ જે ઉંચાઇ પર છે તે ઉંચાઇ પર તેની સમકક્ષના એક પણ સિંગર પહોંચી શક્યા નથી.

Advertisement

મહત્વપૂર્ણ છે કે આગામી 18 તારીખે દર્શન રાવલનું એક નવુ ગીત લો આ ગઇ બરસાત રીલીઝ થવા જઇ રહ્યું છે.. અત્યાર સુધી બરસાત પર દર્શન રાવલે 9 સોંગ્સ આપ્યા છે અને એ તમામ સુપરહિટ રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.