Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડગામના નાવીસણા ગામે વીજ કરંટ લાગતા માતા પિતા સહિત પુત્રનું મોત

અહેવાલઃ સચિન શેખલીયા, બનાસકાંઠા  વડગામ તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક મહિલા કપડાં સૂકવતી હતી તે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો, દરમ્યાન તેનો પિતા અને પુત્ર મહિલાને બચાવવા જતા તે બંનેને પણ કરંટ ભરખી ગયો હતો જેને લઈ ત્રણેય લોકોના...
05:49 PM Jul 11, 2023 IST | Vishal Dave

અહેવાલઃ સચિન શેખલીયા, બનાસકાંઠા 

વડગામ તાલુકાના એક ગામમાં વહેલી સવારે એક મહિલા કપડાં સૂકવતી હતી તે દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો, દરમ્યાન તેનો પિતા અને પુત્ર મહિલાને બચાવવા જતા તે બંનેને પણ કરંટ ભરખી ગયો હતો જેને લઈ ત્રણેય લોકોના મોત નીપજતા એક નાની બાળકી નોંધારી બની હતી જેને લઇ સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી...

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાવિસણા ગામના પ્રકાશભાઈ જોશીની ધર્મ પત્ની ભાવનાબેન વહેલી સવારે કપડાં સુકવતા હતા તે દરમિયાન વીજ કરંટ લાગતા બુમાબુમ થતા મહિલાનો અવાજ સાંભળી તેમના પતિ પ્રકાશભાઈ અને તેમનો પુત્ર રુદ્ર તેમને બચાવવા જતા ત્રણેય લોકોને વીજ કરંટ લાગતા 108 મારફતે વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતું માતા પિતા અને પુત્રને સારવાર મળે તે પહેલા જ ત્રણેય લોકોના મોત નિપજ્યા હતા જોકે આ ઘટના સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા આખું ગામ શોક મગ્ન થઈ ગયું હતું તો આખા ગામમાં ગમગીની છવાઈ હતી જોકે આ પરિવાર પર આભ ફાટી પડતા એક નાની માસુમ બાળકી પોતાના ભાઈ અને માતા પિતા વિના નોંધારી બની છે...

વડગામના નાવિસણા ગામે માતા પિતા સહિત પુત્રનું મોત નીપજ્યું હતું જેને લઇ ગામના લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા આ પરિવારના ઘરે જવાનો એક તો માર્ગ નાનો હતો તેમજ જીઈબી દ્વારા આ લાઈનનું કોઈપણ પ્રકારનું સમારકામ ન કરવામાં આવતા આજે અમારા ગામની એક નાની બાળકી એ પોતાના ભાઈ તેમજ માતા પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે તો તાત્કાલિક પરિવારને સરકાર સહાય આપે તેવી અમારી માંગ કરી છે

Tags :
A womanClothesdieddryingelectrocutedhusband and sonvictims
Next Article