Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Danny Denzongpa અને ધર્મેન્દ્રનું બોંડિંગ

Danny Denzongpa  FTII માંથી પાસ આઉટ થયા પછી અને પ્રશિક્ષિત અભિનેતા બન્યા,કારકિર્દીની શરૂઆતમાં ઘણા સંઘર્ષ પછી, ડિરેક્ટર બી.આર.ચોપરાની ફિલ્મ ‘ધૂંધ’માં એક શાનદાર રોલ મળ્યો અને ડેનીએ સુંદર અભિનય કર્યો. તે ફિલ્મના પ્રીમિયરમાં ધર્મેન્દ્રએ પણ હાજરી આપેલી. ડેની શરૂઆતથી જ ધર્મેન્દ્રનો...
danny denzongpa અને ધર્મેન્દ્રનું બોંડિંગ

Danny Denzongpa  FTII માંથી પાસ આઉટ થયા પછી અને પ્રશિક્ષિત અભિનેતા બન્યા,કારકિર્દીની શરૂઆતમાં ઘણા સંઘર્ષ પછી, ડિરેક્ટર બી.આર.ચોપરાની ફિલ્મ ‘ધૂંધ’માં એક શાનદાર રોલ મળ્યો અને ડેનીએ સુંદર અભિનય કર્યો. તે ફિલ્મના પ્રીમિયરમાં ધર્મેન્દ્રએ પણ હાજરી આપેલી. ડેની શરૂઆતથી જ ધર્મેન્દ્રનો ખાસ પ્રશંશક હતો.

Advertisement

‘શોલે’નો ગબ્બર ડેની હતો પણ....

ફિલ્મ જોયા પછી, જ્યારે ધર્મેન્દ્રએ ડેનીની ખૂબ પ્રશંસા કરી,ધર્મેન્દ્ર સાથે ફિલ્મ કરવાનું Danny Denzongpa નું એક સપનું હતું...અને સપનું ફળ્યું જ્યારે તેને જીપી સિપ્પીની ઓફિસે બોલાવવામાં આવ્યો, જ્યારે ડેની સિપ્પી સાહેબની ઓફિસે પહોંચ્યા ત્યારે ધર્મેન્દ્રજી ત્યાં હાજર હતા.ધર્મેન્દ્રએ અને સીપ્પીએ ડેનીને  ફિલ્મ ‘શોલે’ની વાત કરી. ગબ્બરનો રોલ ઑફર કર્યો હતો.પણ કમનસીબે ફિરોઝખાન સાહબને તેમની ફિલ્મ ધર્માત્મા માટે ડેનીએ હા પાડી દીધી હતી.. અને એ જ તારીખો  આપી હતી જે સિપ્પી સાહેબ ગબ્બર સિંહના પાત્ર માટે ઇચ્છતા હતા..

ગબ્બરનું પાત્ર છોડ્યા પછી ધર્મેન્દ્ર સાથે કામ ન કરી શકવા માટે ડેની ખૂબ જ દુ:ખી હતા. , પરંતુ એ પછી બી.આર.ચોપરાના બેનર હેઠળ ફરીથી ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો, જેના પ્રીમિયરમાં ધર્મેન્દ્ર ડેની માટે આવ્યો હતો. તે ફિલ્મ હતી ‘બર્નિંગ ટ્રેન’.. હવે ‘બર્નિંગટ્રેન’ ફિલ્મ દરમિયાન પણ ધર્મેન્દ્ર અને ડેની સાથે જોડાયેલી એક ઘટના છે જે ડેનીએ વર્ણવી હતી.

Advertisement

સખત તાવ સાથે ધર્મેન્દ્ર શૂટિંગ માટે દિલ્હી પહોંચ્યા

જ્યારે ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તમામ સ્ટાર્સ દિલ્હીની મોરિસ શેલ્ટન હોટેલમાં રોકાયા હતા.. પરંતુ તે ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર શિમલામાં બીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા.. જ્યારે ધર્મેન્દ્ર જ્યારે ડેની શિમલાથી દિલ્હી હોટલ પહોંચ્યા ત્યારે તેને ખબર પડી કે ધરમજીને સખત તાવ. શૂટિંગ કેન્સલ થઈ ગયું અને ટેસ્ટ કરાવ્યા પછી, ધર્મેન્દ્રને ન્યુમોનિયા નીકળ્યો અને શૂટિંગ 5 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું અને ત્યાં સુધીમાં શૂટિંગનું સ્થળ તેમના હાથમાંથી નીકળી ગયું હતું અને તે જ દ્રશ્ય પાછળથી કુતુબ મિનાર પાસે શૂટ કરવામાં આવ્યું હતું.

ધર્મેન્દ્રની ફિટનેસ સાથે જોડાયેલી એક ઘટના શેર કરતા ડેનીએ કહ્યું હતું કે “અમે બાંદીપુરના જંગલોમાં ‘ખુલ્લેઆમ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.. હું, નીલમ, ચંકી પાંડે અને પુનીત ઇસાર, અમે બધા એક દિવસ સવારે જોગિંગ કરવા જતા હતા જ્યારે તે બધા ધર્મેન્દ્રની કોટેજ = પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધર્મેન્દ્રએ તેમને જોયા અને અમે  ધર્મેન્દ્રને સાથે આવવા આમંત્રણ આપ્યું અને બધા ધર્મેન્દ્ર સાથે થોડા અચકાયા કારણ કે કારણ ધરમજી 50+ હતા..

Advertisement

ધરમજીએ માત્ર તેમની સાથે જોગિંગ જ કર્યું ન હતું, પણ ધર્મેન્દ્રએ ક્રન્ચ અને પુશઅપ્સ પણ કર્યા હતા.જ્યારે ધર્મેન્દ્રને તેની ફિટનેસનું રહસ્ય પૂછ્યું ત્યારે ડેની અને ગ્રૂપે તેની ફિટનેસ જોઈ હતી ડેનીને કહ્યું કે પહેલા જ્યાં તે કામ કરતો હતો ત્યાં તેને પથ્થરો મારવા પડતા હતા.. અને ગામડાઓમાં પણ તે કુસ્તી ડાન્સ વગેરે કરતાં હતા અને સખત મહેનત કરવી પડતી કારણ એમનું બાળપણ ગામડામાં ખેતી કરતાં કરતાં ભણવામાં વીત્યું બસ,એ કારણે જ શરીર મજબૂત છે.”

આ પણ વાંચો - હાય હાય, આ એક્ટર સાથે રિલેશનશિપમાં Shweta Bachchan!!!! 

Advertisement

.