કોરોનાનું સંક્રમણ ઘટ્યું , દેશમાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
છેલ્લા એક સપ્તાહથી દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું
છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા
મંગળવારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,409 કેસ નોંધાયા છે, જે શનિવારના આંકડા કરતા લગભગ 25 ટકા
ઓછા છે. જ્યારે કોરોનાથી 347 દર્દીઓના મોત પણ થયા છે.
દેશમાં હવે 4,23,127 એક્ટિવ
કેસ જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 4.17 કરોડ પર પહોંચી
ગઈ છે.
વેક્સિનેશન
કેન્દ્રીય સ્વાસ્થ્ય
મંત્રાલયે જણાવ્યુ છે કે, અત્યાર સુધીમાં દેશભરમાં
કોરોના રસીના કુલ 173,42,62,440 ડોઝ આપવામાં આવ્યા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં
44,68,365 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
આસામ સરકારે કોરોના
પ્રોટોકોલને લઈને નવા આદેશ જાહેર કર્યા
છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને માર્ગ મારફત આસામમાં પ્રવેશતા લોકો માટે ફરજિયાત ટેસ્ટના નિયમને 15 ફેબ્રુઆરીથી બંધ કરવામાં
આવશે આ ઉપરાંત હોસ્પિટલોમાં ઈમરજન્સી/ઓપીડી સેવાઓ માટે આવતા
દર્દીઓને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે.