આજે પણ કોરોનાના 50 હજારથી ઓછા કેસ, અનેક રાજ્યોમાં શાળા કોલેજો પુનઃ શરૂ
છેલ્લા એક સપ્તાહથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થવા લાગી છે અને કોરોના
સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. સ્વાસ્થ્ય
મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 24
કલાકમાં કોરોનાના નવા 34,113 કેસ નોંધાયા છે, જે શનિવારના આંકડા કરતા લગભગ 20 ટકા ઓછા છે. 346 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
મુજબ દેશમાં હવે 4.78 લાખ (4,78,882) એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં
સાજા થયેલા દર્દીઓની સંખ્ય
05:10 AM Feb 14, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા એક સપ્તાહથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થવા લાગી છે અને કોરોના
સંક્રમિતોની સંખ્યા સતત ઘટી રહી છે. સ્વાસ્થ્ય
મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 24
કલાકમાં કોરોનાના નવા 34,113 કેસ નોંધાયા છે, જે શનિવારના આંકડા કરતા લગભગ 20 ટકા ઓછા છે. 346 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
મુજબ દેશમાં હવે 4.78 લાખ (4,78,882) એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં
સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4.16 કરોડ થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે દૈનિક પોઝિટિવ
રેટ ઘટીને 3.19 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)
એ જણાવ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,67,908 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના કુલ 1,72, 95,87,940 ડોઝ
આપવામાં આવ્યા છે.
- કુલ પોઝિટિવ 4,26,65,534
- એક્ટિવ કેસ : 4,78,882
- કુલ રિકવર: 4,16,77,641
- કુલ મૃત્યુ 5,09,011
- કુલ વેક્સિનેશન : 1,72,95,87,490
Next Article