Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાથી રાહત, ભારતમાં COVID-19 કેસમાં 7.4 ટકાનો ઘટાડો

દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 11,058 થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,007 કેસ નોંધાયા છે. ગઈકાલની તુલનામાં, કોરોના કેસોમાં 7.4 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 1,088 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરો
05:00 AM Apr 14, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 11,058 થઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,007 કેસ નોંધાયા છે. ગઈકાલની તુલનામાં, કોરોના કેસોમાં 7.4 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 1,088 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 11,058 થઈ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસ હવે કુલ કેસના માત્ર 0.03 ટકા બાકી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 818 નોંધાઈ છે. દેશમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,25,06,228 થઈ ગઈ છે. દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થયો છે.  દૈનિક પોઝીટીવીટી રેટ વધીને 0.23 ટકા થયો છે. ઉપરાંત, સાપ્તાહિક પોઝીટીવીટી રેટ વધીને 0.25% થઈ ગયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 4,34,877 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 83.08 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં 186.22 કરોડ રસીના ડોઝ સ્થાપિત કરવામાં આવ્યા છે.
Tags :
CoronaCovid19DailyCoronaUpdateGujaratFirst
Next Article