Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં ફરી કોરોનાનો ભય? કેસમાં 36 ટકાનો નોંધાયો વધારો

દેશમાં આજે  કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1086 નવા કેસ નોંધાયા છે અને 71 લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના 795 કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. દેશમાં ગઈકાલ કરતા 36.6 ટકા વધુ કોરોનાના કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં 1,198 લોકો સાજા થયા હતા,  સક્રિય કેસની સંખ્યા ઘટીને 11,
04:12 AM Apr 06, 2022 IST | Vipul Pandya
દેશમાં આજે  કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1086 નવા કેસ નોંધાયા છે અને 71 લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના 795 કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. દેશમાં ગઈકાલ કરતા 36.6 ટકા વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં 1,198 લોકો સાજા થયા હતા,  સક્રિય કેસની સંખ્યા ઘટીને 11, 871 થઈ ગઈ છે.  આકોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,487 થઈ ગઈ છે.  અત્યાર સુધીમાં 4,24,97,567 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં વેક્સિનના 185 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 15,49, 699 ડોઝ આપવામાં આવ્યા હતા,  અત્યાર સુધીમાં વેક્સિનના 185,04, 11,569 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ (2,37,72,909) થી વધુ બસ્ટર ડોઝ આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ-19 સામે સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે. 
Tags :
covidCovidUpdateDailyCoronaUpdateGujaratFirst
Next Article