દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,778 લોકો થયા સંક્રમિત, 62 દર્દીઓએ ગુમાવ્યો જીવ
દેશમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,778 લોકો સંક્રમિત થયા છે. 2,542 ડિસ્ચાર્જ થયા છે અને 62 દર્દીઓના મૃત્યુ થયા છે. વર્ષ 2019માં દુનિયા પર કોરોના નામની આફત આવી હતી અને તે આફત આજે વિકરાળ સ્વરૂપ લઇ બેઠી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,30,12,749 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. દેશમાં અત્યારે 23,087 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,24,73,057 દર્દીઓ કોરોનાથી સાજàª
Advertisement
દેશમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,778 લોકો સંક્રમિત થયા છે. 2,542 ડિસ્ચાર્જ થયા છે અને 62 દર્દીઓના મૃત્યુ થયા છે.
વર્ષ 2019માં દુનિયા પર કોરોના નામની આફત આવી હતી અને તે આફત આજે વિકરાળ સ્વરૂપ લઇ બેઠી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,30,12,749 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. દેશમાં અત્યારે 23,087 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,24,73,057 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
કોરોનાએ દેશમાં મૃત્યુનો કહેર પણ વરસાવ્યો છે દેશમાં અત્યાર સુધીમાં 5,16,605 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. વર્ષ 2021થી શરુ થયેલું વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,81,89,15,234 વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. દેશમાં ગઈ કાલની રખામણીએ આજે સંક્ર્મણ વધ્યું છે. ગઈ કાલે 1581 લોકો સંક્રમિત થયા હતા અને 33 લોકોના મૃત્યુ થયા હતા.