દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું, રસીકરણ મામલે દેશની અનોખી સિદ્ધિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,116 નવા કેસ નોંધાયા છે જયારે 5,559 દર્દીઓ સાજા થાય છે અને 47 દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે ત્યારે અન્ય દેશોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જયારે ચીનમાં ફરી લોકડાઉન લદાવવામાં આવ્યું છે અને અન્ય દેશોમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ 4,29,90,991 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે જયારે 38,069 એક્ટિવ કેસ છે
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,116 નવા કેસ નોંધાયા છે જયારે 5,559 દર્દીઓ સાજા થાય છે અને 47 દર્દીઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે ત્યારે અન્ય દેશોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જયારે ચીનમાં ફરી લોકડાઉન લદાવવામાં આવ્યું છે અને અન્ય દેશોમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.
દેશમાં અત્યારસુધી કુલ 4,29,90,991 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે જયારે 38,069 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધી કુલ 4,24,37,072 દર્દીઓ સજા થઇ ચુક્યા છે જયારે 5,15,850 દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે.
રસીકરણ અંગે અનોખી સિદ્ધિ
1 વર્ષ પહેલા દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 180 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 20 લાખ 31 હજાર 275 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 180,13, 23,547 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ (2,12,38,712) થી વધુ કોરોનાની રસી આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.