કોરોનાથી રાહત, તકેદારી રાખવી એટલી જ જરૂરી
ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને લોકોને પુરી છૂટછાટ મળી રહી છે ત્યારે બેદરકારી રાખવી એ ચોથી લહેરને ખુલ્લું આમંત્રણ પણ કહી શકાશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી પણ ઓછા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3,993 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 108 દર્દીઓના મૃત્યુ થયા છે અને 8055 દર્દીઓ સાજા થયા છે. દેશમાં 50 હજાર થી ઓછા એક્ટિવ કેસ છે સમગ્ર ભારતમાં 49,948 એક્ટિવ કેસ છે àª
Advertisement
ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને લોકોને પુરી છૂટછાટ મળી રહી છે ત્યારે બેદરકારી રાખવી એ ચોથી લહેરને ખુલ્લું આમંત્રણ પણ કહી શકાશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી પણ ઓછા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3,993 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 108 દર્દીઓના મૃત્યુ થયા છે અને 8055 દર્દીઓ સાજા થયા છે.
દેશમાં 50 હજાર થી ઓછા એક્ટિવ કેસ છે સમગ્ર ભારતમાં 49,948 એક્ટિવ કેસ છે જે અત્યાર સુધી નોંધાયેલા પોઝીટીવ કેસ માંથી 0.12 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,24,06,150 દર્દીઓ સાજા થયા છે એટલે કે રિકવરી રેટ 98.68 ટકા છે અને 5,15,210 દર્દીઓના મૃત્યુ થયા છે . ભારતમાં કોરોનનો મૃત્યુ દર 1.20 ટકે છે. જયારે 1,79,13,41,295 વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે.