ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો અંત નજીક, છેલ્લા 24 કલાકમાં 6,915 પોઝીટીવ કેસ નોંધાયા

ભારતમાં કોરોના ની ત્રીજી લહેર પૂર્ણ થવાની તૈયારી પર છે અને દેશ ફરી સામાન્ય પરિસ્થિતિતરફ આગળ વધી રહ્યો છે કોરોના નું સંક્ર્મણ અટકાવવા માટે લગાવેલા પ્રતિબંધો હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે અને ફક્ત માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  6,915 પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 16,864 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 180 દ
04:08 AM Mar 01, 2022 IST | Vipul Pandya
ભારતમાં કોરોના ની ત્રીજી લહેર પૂર્ણ થવાની તૈયારી પર છે અને દેશ ફરી સામાન્ય પરિસ્થિતિતરફ આગળ વધી રહ્યો છે કોરોના નું સંક્ર્મણ અટકાવવા માટે લગાવેલા પ્રતિબંધો હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે અને ફક્ત માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  6,915 પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 16,864 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 180 દર્દીઓના મૃત્યુ થયા છે. 
ભારતમાં નોંધાયેલા પોઝીટીવ કેસ પૈકી ફક્ત 0.22 ટકા એક્ટિવ કેસ છે અને એક્ટિવ કેસ 1 લાખથી ઓછા થઇ ચુક્યા છે. જયારે દેશમાં 98.59 ટકા કોરોનાના દર્દીઓ સાજા થઇ ચુક્યા છે જયારે નોંધાયેલ પોઝીટીવ કેસ પૈકી 1.20 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે.ગઈકાલે ભારતમાં  9,01,647 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 6,915 લોકો પોઝીટીવ આવ્યા હતા જયારે ગઈકાલ સુધીમાં કુલ 76,83,82,993 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 
  • કુલ કેસઃ 4,29,31,045
  • એક્ટિવ  કેસ: 92,472
  • કુલ રિકવર : 4,23,24,550
  • કુલ મૃત્યુઃ 5,14,023
  • કુલ વેક્સિનેશન : 1,77,70,25,914  
Tags :
Covid19CovidUpdateDailyCoronaUpdateGujaratFirst
Next Article