કોરોનાના વળતા પાણી , દૈનિક પોઝીટીવ રેટ 1.28 ટકાએ પહોંચ્યો
દેશમાં કોરોનનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર બંને કોરોનાનું સંક્ર્મણ અટકાવવા માટે લગાવેલા નિયંત્રણો પણ હવે દૂર થઇ રહ્યા છે. ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે વેક્સિનેશન પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છેદેશમાં છેલ્લા 24 કલાકમાં 13,166 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 26,988 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 302 દર્દીà
Advertisement
દેશમાં કોરોનનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર બંને કોરોનાનું સંક્ર્મણ અટકાવવા માટે લગાવેલા નિયંત્રણો પણ હવે દૂર થઇ રહ્યા છે. ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે વેક્સિનેશન પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,166 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 26,988 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 302 દર્દીઓના મૃત્યુ થયા છે.દેશમાં 0.31 ટકા એક્ટિવ કેસ છે જયારે 98.49 ટકા લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે અને સંક્રમિત થયેલા દર્દીઓ માંથી 1.02 ટકા લોકોના મૃત્યુ થયા છે.
- એક્ટિવ કેસ: 1,34,235
- દૈનિક પોઝીટીવ રેટ: 1.28%
- કુલ રિકવર: 4,22,46,884
- મૃત્યુઆંકઃ 5,13,226
- વેક્સીન ડોઝ : 1,76,86,89,266