કોરોનાના કેસમાં સતત ઘટાડો, મૃત્યુ આંક વધારી રહ્યો છે ચિંતા
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કોરોનાની ત્રીજી લહેર હવે સમાપ્ત થવા પર છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,148 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે, 30,009 દર્દીઓ રિકવર થયા છે અને 302 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં આજે ફરી મૃત્યુ આંકમાં વધારો થયો છે અને મૃત્યુઆંક સતત ચિંતા વધારી રહ્યો છે જયારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,49,988 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લ
04:48 AM Feb 24, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કોરોનાની ત્રીજી લહેર હવે સમાપ્ત થવા પર છે ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,148 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે, 30,009 દર્દીઓ રિકવર થયા છે અને 302 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં આજે ફરી મૃત્યુ આંકમાં વધારો થયો છે અને મૃત્યુઆંક સતત ચિંતા વધારી રહ્યો છે જયારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,49,988 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવા પાર છે ત્યારે દેશમાં વેક્સિનેશન પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે અને જાન્યુઆરી 2020માં શરુ થયેલું વેક્સિનેશન અભિયાન ત્રીજી લહેરમાં મહત્વપૂર્ણ સાબિત થઇ ચૂક્યું છે આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં 1,76,52,31,385 વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે અને સતત વેક્સિનેશન કાર્ય શરુ છે.
દેશમાં કોરોનાનું અત્યાર સુધીનું અપડેટ
- કુલ કેસઃ 4,28,81,179
- એક્ટિવ કેસ: 1,48,359
- કુલ રિકવર : 4,22,19,896
- કુલ મૃત્યુઃ 5,12,924
- કુલ વેક્સિનેશન : 1,76,52,31,385
Next Article