કોરોનાની ત્રીજી લહેરનું પૂર્ણતા તરફ પ્રયાણ, 15 હજારથી ઓછા કેસ નોંધાયા
દેશમાં કોરોનાને લઇ સારા સમાચાર આવી રહ્યા છે દિવસેને દિવસે કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને પોઝીટીવ રેટ ઘટી રહ્યો છે સામે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. ભારતમાં આજે 15 હજારથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,405 કોરોનાના નવા કેસ નોંધાયા, 34,226 દર્દી થયા ડિસ્ચાર્જ જયારે 235 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાનું સંક્ર્મણ ઘટતા સરકારે લદાવેલા નિયંત્રણોને હટાવી રહી છે તથા હળવ
Advertisement
દેશમાં કોરોનાને લઇ સારા સમાચાર આવી રહ્યા છે દિવસેને દિવસે કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે અને પોઝીટીવ રેટ ઘટી રહ્યો છે સામે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. ભારતમાં આજે 15 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,405 કોરોનાના નવા કેસ નોંધાયા, 34,226 દર્દી થયા ડિસ્ચાર્જ જયારે 235 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાનું સંક્ર્મણ ઘટતા સરકારે લદાવેલા નિયંત્રણોને હટાવી રહી છે તથા હળવા કરી રહી છે . શાળા કોલેજો ફરી ધમધમતી થઇ છે અને સામાજિક કાર્યક્રમો પણ સામાન્ય પરિસ્થિતિની જેમ યોજવા લાગ્યા છે. કોરોનાની બીજી લહેરની સાપેક્ષે ત્રીજી લહેર ઓછી નુકશાનકારક સાબિત થઇ છે.
દેશમાં એક્ટિવ કેસ 2 લાખની નીચે પહોંચ્યા છે જયારે દૈનિક પોઝીટીવ રેટ પણ 2 ટકાથી નીચે પહોંચી અને 1.98 ટકાએ પહોચ્યોંઓ છે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,84,247 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 76,12,30,580 કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે
- એક્ટિવ કેસ: 1,81,075
- કુલ રિકવર : 4,21,58,510
- કુલ મૃત્યુઃ 5,12,344
- વેક્સિનેશન ડોઝ : 1,75,83,27,441
- દૈનિક પોઝીટીવ રેટ : 1.98%