Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં ફરી કોરોના સંક્ર્મણમાં આંશિક વધારો, મૃત્યુઆંક એ વધારી ચિંતા

આરોગ્ય મંત્રાલય ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા છે. જયારે 541 દર્દીઓના મૃત્યુ થયા છે અને  67,538 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાંથી સતત રાહત મળી રહી હતી ત્યારે આજે  દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે. સતત બે દિવસથી સંક્રમિતોનો આંકડો પણ 30 હજારથી ઉપર આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરાà
04:23 AM Feb 17, 2022 IST | Vipul Pandya
આરોગ્ય મંત્રાલય ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા છે. જયારે 541 દર્દીઓના મૃત્યુ થયા છે અને  67,538 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. 
દેશમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાંથી સતત રાહત મળી રહી હતી ત્યારે આજે  દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે. સતત બે દિવસથી સંક્રમિતોનો આંકડો પણ 30 હજારથી ઉપર આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા છે. જયારે  541 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હવે 3,32,918 એક્ટિવ કેસ છે, જયારે  પોઝીટિવ રેટ ઘટીને 2.61 ટકા પર પહોંચ્યો છે જયારે છેલ્લા 24 કલાકમાં 34,75,951 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા તથા 11,79,705  લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 
  • એક્ટિવ કેસ  3,32,918 
  • કુલ મૃત્યુ - 510413 
  • રિકવર - 4,19,10,984 
  • વેક્સિન ડોઝ - 1,74,24,36,288
Tags :
CoronaCoronaUpdatecovidCovid19GujaratFirst
Next Article