Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાના XE વેરિઅન્ટના સંક્ર્મણને લઈને કેન્દ્ર-BMC વચ્ચે વિવાદ

ભારતમાં XE વેરિઅન્ટના કથિત પ્રથમ કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે. જિનોમ સિક્વન્સિંગ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ જૂથ 'INSACOG' કેસનું જીનોમિક વિશ્લેષણ કરી રહ્યું છે જેમાં BMC અધિકારીઓએ જણાવ્યું હતું કે એક મહિલા XE વેરિઅન્ટથી સંક્રમિત હતી. જોકે, સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક અભ્યાસમાં હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બુધવારે જણાવà«
કોરોનાના xe વેરિઅન્ટના સંક્ર્મણને લઈને કેન્દ્ર bmc વચ્ચે વિવાદ
ભારતમાં XE વેરિઅન્ટના કથિત પ્રથમ કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે. જિનોમ સિક્વન્સિંગ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ જૂથ 'INSACOG' કેસનું જીનોમિક વિશ્લેષણ કરી રહ્યું છે જેમાં BMC અધિકારીઓએ જણાવ્યું હતું કે એક મહિલા XE વેરિઅન્ટથી સંક્રમિત હતી. જોકે, સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક અભ્યાસમાં હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બુધવારે જણાવ્યું હતું કે મહિલા ફેબ્રુઆરીના અંતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત આવી હતી અને માર્ચમાં XE વેરિઅન્ટ થી સંક્રમિત થઇ છે.  
વિશ્વમાં XE વેરિઅન્ટનો પહેલો કેસ બ્રિટનમાં આવ્યો હતો. "ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક કન્સોર્ટિયમ (INSACOG)ના નિષ્ણાતોએ નમૂનાની 'ફાસ્ટ ટુ ફાઇલ'નું વિશ્લેષણ કર્યું છે અને અનુમાન લગાવ્યું છે કે મુંબઈની મહિલાને સંક્રમિત કરતા વાયરસની જીનોમિક રચના  Xe વેરિઅન્ટના  બંધારણને અનુરૂપ નથી.'
INSACOG કેસનું જીનોમિક વિશ્લેષણ કરી રહ્યું છે
અધિકારીએ કહ્યું, “મુંબઈમાં XE સાથે સંક્રમણની પુષ્ટિ થયા બાદ Insaccog કેસનું જીનોમિક વિશ્લેષણ કરી રહ્યું છે.” BMC અધિકારીના જણાવ્યા અનુસાર, સેરો સર્વે દરમિયાન કોરોના વાયરસના કપ્પા સ્વરૂપના એક કેસની પણ પુષ્ટિ થઈ છે. જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં 11મી બેચના 376 સેમ્પલના સિક્વન્સિંગમાં આ પરિણામ મળી આવ્યું હતું. મુંબઈમાં અગાઉ પણ કપ્પા સ્વરૂપના કિસ્સા સામે આવ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના નવા XE પ્રકારને લઈને ચેતવણી જાહેર કરી હતી. નવું XE વેરિઅન્ટ ઓમિક્રોન સબવેરિયન્ટના બે અગાઉના વર્ઝન - BA.1 અને BA.2નું સંયોજન હોવાનું માનવામાં આવે છે. તે કોરોના વાયરસનો રિકોમ્બિનન્ટ સ્ટ્રેન છે, જે હવે ચિંતાનો વિષય છે. એટલે કે આ વાયરસ આ બેમાંથી બનેલો છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એક કરતાં વધુ વેરિઅન્ટથી સંક્રમિત થાય છે. અત્યાર સુધીમાં, XE સ્ટ્રેનથી યુકેમાં 637 લોકો સંક્રમિત થયા છે. WHOએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે XE વેરિઅન્ટ સૌપ્રથમ યુકેમાં 19 જાન્યુઆરીએ સામે આવ્યો હતો.
10 ટકા વધુ ઝડપથી ફેલાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર XE વેરિઅન્ટ BA.2 સબવેરિયન્ટ કરતાં 10 ટકા વધુ ઝડપથી ફેલાય છે.  "વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અન્ય SARS-CoV-2 વેરિઅન્ટના નવા વેરિઅન્ટના જોખમોની નજીકથી દેખરેખ અને મૂલ્યાંકન કરી રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.