હવે 5થી 12 વર્ષના બાળકોને પણ આપવામાં આવશે કોરોનાની રસી, સરકારી પેનલે આપી મંજૂરી
ફરી એકવખથ કોરોના વાયરસ દેશભરમાં વકરી રહ્યો
છે. ત્યારે ફરી એક તરફ લોકોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ એક રાહતના સમાચાર
પ્રાપ્ત થઈ રહ્યા છે. સરકારે બાળકોને રસી આપવા માટે કોર્બેવેક્સને મંજૂરી આપી દીધી
છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની નિષ્ણાત
સમિતિએ ગુરુવારે કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે 5 થી 12 વર્ષની વયના બાળકોને રસીની સલામતી
પૂરી પાડવા માટે કોર્બેવેક્સ રસીને મંજૂરી આપી છે. નિષ્ણાતોની એક પેનલે આજે આ
વયજૂથના બાળકો માટે રસીના ડેટા અને ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
વિષય નિષ્ણાત સમિતિની આ ભલામણો હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને
મોકલવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેની અંતિમ મંજૂરી આપે તે પહેલા હવે DCGI
ની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. હાલમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે 12 થી 14 વર્ષની વયના બાળકોને Corbevax રસી આપવામાં આવી રહી છે. ભારત હાલમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોવિડ-19ની બે રસી આપી રહ્યું છે. દેશમાં બાળકોના રસીકરણના પ્રથમ તબક્કામાં -
જે આ વર્ષે 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું,
15-18 વર્ષની વય જૂથના બાળકો માટે કોવિડ રસીકરણની
જાહેરાત કરવામાં આવી હતી,.જે બાદમાં માર્ચથી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે લંબાવવામાં આવશે..
બાળકોના કોરોના રસીકરણ કાર્યક્રમમાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને ભારત
બાયોટેકની કોરસીન આપવામાં આવી રહી છે. આ રસી સરકારી અને ખાનગી બંને રસીકરણ
કેન્દ્રો પર ઉપલબ્ધ છે. જ્યારે Corbevax રસી માત્ર 12 થી 14 વર્ષની વયના બાળકોને સરકારી કેન્દ્રો
પર આપવામાં આવે છે. Corbevax રસી ભારતમાં વિકસાવવામાં આવી છે. આ રસી
કોવિડ-19 સામે રીસેપ્ટર બંધનકર્તા ડોમેન અથવા
પ્રોટીન સબ-યુનિટ રસી છે. ઘણા દાયકાઓથી હિપેટાઇટિસ બીની રસી બનાવવા માટે સમાન
તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસી નિયત 28 દિવસમાં બે ડોઝમાં ઇન્ટ્રામસ્ક્યુલર માર્ગ દ્વારા આપવામાં આવે છે.