દેશમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, જાણો કયા દેશમાં કેટલા કેસ નોંધાયા?
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને કોરોનાની ત્રીજી લહેર પણ ધીરે ધીરે શાંત થવા લાગી છે ત્યારે દેશમાં બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.નવા કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 67,084 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 1241 દર્દીના મૃત્યુ થયા છે. આ દરમિયાન 1,67,882 લોકો સ્વસ્થ થયા છે. આ સિવાય પોઝિટિવ રેટ ઘટીને 4.44 ટકા પર આવી ગયો છે. દેશવà
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં
સતત ઘટાડો થઈ રહ્યો છે અને કોરોનાની ત્રીજી
લહેર પણ ધીરે ધીરે શાંત થવા લાગી છે ત્યારે
દેશમાં બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.નવા કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 67,084 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે 1241 દર્દીના મૃત્યુ થયા છે. આ દરમિયાન 1,67,882 લોકો સ્વસ્થ થયા છે. આ સિવાય પોઝિટિવ રેટ ઘટીને 4.44 ટકા પર આવી ગયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર
સુધીમાં 171.28 કરોડ રસીના ડોઝ
આપવામાં આવ્યા છે.
Advertisement
- કુલ કેસઃ 4,24,78,060ઑ
- સક્રિય કેસ: 7,90,789
- કુલ રિકવરીઃ 4,11,80,751
- કુલ મૃત્યુઃ 5,06,520
- કુલ રસીકરણ: 1,71,28,19,947
હરિયાણામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે,, ત્યારે ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ આજથી ફરી શરૂ થઈ રહી છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધીના વર્ગો ખોલવામાં આવ્યા હતા . શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 10 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા હતા ત્યારે દેશમાં હવે કોરોના અંગે લગાવવામાં આવેલા નિયંત્રણો ઘટાડવામાં આવી રહ્યા છે.
Advertisement