દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,706 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 25 દર્દીઓના થયા મૃત્યુ
કોરોનાથી દેશમાં આજે થોડી રાહત મળી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4.3 ટકાના ઘટાડા સાથે કોરોનાથી 2,706 લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસના કારણે 25 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2070 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,31,55,749 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 17,698 છે જે કુલ સંક્રમણના 0.04 ટકા છે. દેશમાં અત્યાર સà«
03:58 AM May 30, 2022 IST
|
Vipul Pandya
કોરોનાથી દેશમાં આજે થોડી રાહત મળી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4.3 ટકાના ઘટાડા સાથે કોરોનાથી 2,706 લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસના કારણે 25 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2070 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,31,55,749 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 17,698 છે જે કુલ સંક્રમણના 0.04 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણના 98.74 ટકા લોકો કોરોનાથી સાજા થયા છે એટલેકે 4,26,13,440 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે. દેશમાં કોરોનાથી 5,24,611 લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યો છે એટલે કે કુલ સંક્રમણના 1.22 ટકા લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,28,823 વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનનાના કુલ 1,93,31,57,352 ડોઝ લગાવવામાં આવ્યા છે.
Next Article