Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં કોરોનાનું ફરી જોખમ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 3,688 લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોના ફરી એકવાર જોર પકડતો જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા કેસના કારણે સરકાર અને લોકોની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,688 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા વધુ છે. કોરોનાથી ભારતમાં છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મૃત્યુ થયા છે. આ નવા કેસ બાદ હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 18, 684 થઈ ગઈ છે.જો આપણે દેશના કુલ આંકડાની વાત કરીએ, તો હવે આ આંકડો 4, 25,33,377 પર પહોંચી ગયો છે. આ સાથે દેશભરમà
ભારતમાં કોરોનાનું ફરી જોખમ વધ્યું  છેલ્લા 24 કલાકમાં  3 688 લોકો થયા સંક્રમિત
દેશમાં કોરોના ફરી એકવાર જોર પકડતો જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા કેસના કારણે સરકાર અને લોકોની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,688 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા વધુ છે. કોરોનાથી ભારતમાં છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મૃત્યુ થયા છે. આ નવા કેસ બાદ હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 18, 684 થઈ ગઈ છે.
જો આપણે દેશના કુલ આંકડાની વાત કરીએ, તો હવે આ આંકડો 4, 25,33,377 પર પહોંચી ગયો છે. આ સાથે દેશભરમાં આ મહામારીથી મૃત્યુઆંક વધીને 5,23,803 થઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 4,25,33,377 દર્દીઓ કોરોનથી સજા થયા છે એટલેકે 98.74 ટકા દર્દીઓ સાજા થયા છે. 
ભારતમાં જાન્યુઆરી 2021માં શરુ થયેલું વેક્સિનેશન અભિયાન સફળ રહ્યું છે તેમ ચોક્કસ કહી શકાય . ભારતમાં છેલ્લા 24 કલાકમાં 22,58,059 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં 1,88,89,90,935 વેક્સિનના ડોઝ આપવામાં  આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.