ભારતમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 2828 લોકો થયા સંક્રમિત
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 2 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 2828 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 14 દર્દીઓના મોત થયા છે. એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોનાના કુલ એક્ટિવ કેસ 17,087 પર પહોંચી ગયા છે.ભારતમાં કોરોનાના કુલ સંક્રમણના 0.04 ટકા એક્ટિવ કેસ છે. જ્યારે 98.74 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે એટલેકે 4,26,11,370 લોકો કોરો
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 2 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 2828 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 14 દર્દીઓના મોત થયા છે. એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે કોરોનાના કુલ એક્ટિવ કેસ 17,087 પર પહોંચી ગયા છે.
ભારતમાં કોરોનાના કુલ સંક્રમણના 0.04 ટકા એક્ટિવ કેસ છે. જ્યારે 98.74 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે એટલેકે 4,26,11,370 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમણના 1.22 ટકા લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે એટલેકે 5,24,586 લોકોનો કોરોનાએ જીવ લીધો છે. જાન્યુઆરી 2021થી શરૂ થયેલ વેક્સિનેશન અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં 13,81,764 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,93,28,44,077 વેક્સિન ડોઝ આપાઈ ચૂક્યા છે.
Advertisement