ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નોઈડામાં કોરોનાનું સંક્ર્મણ ફરી વધ્યુ, 31 મે સુધી કલમ 144 લાગુ

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન દિલ્હી એનસીઆરને અડીને આવેલા યુપીના નોઈડા અને ગાઝિયાબાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. વધતા કોરોનાના સંક્ર્મણને લઈને  સરકાર દ્વારા નોઈડામાં એટલે કે યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરકારે નોઈડામાં માસ્ક સહિતના ઘણા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના આદેશો આપી દીધા છે.છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યુપીના ગાઝિયાબાદ અને નોઈડાàª
03:26 AM May 02, 2022 IST | Vipul Pandya
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન દિલ્હી એનસીઆરને અડીને આવેલા યુપીના નોઈડા અને ગાઝિયાબાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. વધતા કોરોનાના સંક્ર્મણને લઈને  સરકાર દ્વારા નોઈડામાં એટલે કે યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરકારે નોઈડામાં માસ્ક સહિતના ઘણા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના આદેશો આપી દીધા છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકારે નોઇડા, ગાઝિયાબાદ અને લખનૌ સહિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવ્યા હતા. જો કે, પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. હવે ઝડપથી વધી રહેલા કેસોને જોતા સરકારે ફરી એકવાર કડક નિર્ણય લીધો છે. સરકારે નોઈડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.
ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના ધરણાં અને ભૂખ હડતાળ કરવામાં આવશે નહીં. કોઈપણ સાર્વજનિક સ્થળે પૂજા અને પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.  શાળાઓમાં પરીક્ષા દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે. 
નોઈડામાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાના સોથી વધુ કેસ સામે આવી રહ્યા છે.  સ્કૂલના બાળકોને પણ ચેપ લાગ્યો હોવાના સમાચાર આવ્યા હતા. ભૂતકાળમાં નોઈડામાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને જોતા DMએ એડવાઈઝરી જાહેર કરીને લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના 84 ટકા બાળકોને વેક્સિન આપવામાં આવી છે. 12 થી 14 વર્ષની વયના 49 ટકા બાળકોને વેક્સિન આપવામાં આવી છે.  18 વર્ષથી ઉપરના દરેકને રસી આપવામાં આવી છે.
Tags :
CoronaCoronatransitioncovidGujaratFirstNoidaSection144
Next Article