Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં ફરી કોરોનાનો પગપેસારા વચ્ચે મહત્વના સમાચાર, હવે માત્ર 45 મિનિટમાં આવશે કોરોનાનો રિપોર્ટ

ભારતમાં ફરી કોરોના પગ પેસારો કરી રહ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ચેપના ફેલાવાને રોકવા માટે ટેસ્ટિંગ અને આઇસોલેશન સૌથી મોટું હથિયાર છે. આ દરમિયાન મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ કોવિડ-19 આરટી પીસીઆર ટેસ્ટ કીટ લોન્ચ કરી છે.  મુખ્ય ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ મંગળવારે કહ્યું કે તેણે ડાયગ્નોસ્ટિક ફર્મ GeniStumi સાથે ભાગીદારીમાં કોવિડ-19 RT PCR ટેસ્ટ કીટ રજૂ કરી à
03:31 PM May 10, 2022 IST | Vipul Pandya

ભારતમાં ફરી કોરોના પગ પેસારો કરી રહ્યો
છે.
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ચેપના ફેલાવાને
રોકવા માટે ટેસ્ટિંગ અને આઇસોલેશન સૌથી મોટું હથિયાર છે. આ દરમિયાન મોટી
ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ કોવિડ-
19 આરટી
પીસીઆર ટેસ્ટ કીટ લોન્ચ કરી છે.  મુખ્ય
ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ મંગળવારે કહ્યું કે તેણે ડાયગ્નોસ્ટિક ફર્મ
GeniStumi
સાથે ભાગીદારીમાં કોવિડ-19 RT PCR ટેસ્ટ કીટ
રજૂ કરી છે.


કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે તે કોવિડ-19
આરટી પીસીઆર ટેસ્ટ કીટની રજૂઆત સાથે તેના ડાયગ્નોસ્ટિક ઉત્પાદનોનું
વિસ્તરણ કરી રહી છે.
Cipla ભારતમાં RT PCR ટેસ્ટ કીટનું વિતરણ કરશે. ફાર્માસ્યુટિકલ કંપનીએ કહ્યું કે કિટને ઈન્ડિયન
કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપનીએ કહ્યું કે આ કિટની
મદદથી માત્ર
45 મિનિટમાં ટેસ્ટનું પરિણામ જાણી શકાશે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર મંગળવારે દેશમાં
કોરોના વાયરસના
2,288 નવા કેસ નોંધાયા છે. જે સોમવાર કરતા 28.6
ટકા ઓછા છે. જણાવી દઈએ કે સોમવારે ભારતમાં કોરોના વાયરસના 3,207
નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોવિડ -19 ના
સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે અને આંકડો
19,637 પર પહોંચી
ગયો છે. તો છેલ્લા
24 કલાકમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે જે પછી કોરોનાથી મૃત્યુઆંક 524,103 પર પહોંચી ગયો છે. ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.74% છે. દૈનિક હકારાત્મકતા દર 0.47% છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.79% છે.

Tags :
coronareportCoronaUpdatesCoronaVirusGujaratFirst
Next Article