Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાની ચોથી લહેરના ભણકારા, સાવચેતી જરુરી

ફરી આંકડાઓમાં થઈ રહેલો વધારો ચિંતા ઉપજાવનારો છે. કોરોનાના કેસ અને આપણી જિંદગી આંકડાઓની વચ્ચે જીવાઈ રહી છે. સમાચારોના નોટિફિકેશન જોઈને આપણે અપડેટ થઈએ છીએ કે રોજબરોજ કેટલા કેસ આવે છે. નેવું દિવસ પછી ભારતમાં પાંચ  હજારથી વધુ કેસ નોંધાયા. રોજ 33.7 ટકાના દરે કોરોનાના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ અને એના લક્ષણો વિશે આપણે અપડેટ થતાં રહીએ છીએ. સવાલ એ છે કે, શું એલà
કોરોનાની ચોથી લહેરના ભણકારા  સાવચેતી જરુરી
ફરી આંકડાઓમાં થઈ રહેલો વધારો ચિંતા ઉપજાવનારો છે. કોરોનાના કેસ અને આપણી જિંદગી આંકડાઓની વચ્ચે જીવાઈ રહી છે. સમાચારોના નોટિફિકેશન જોઈને આપણે અપડેટ થઈએ છીએ કે રોજબરોજ કેટલા કેસ આવે છે. નેવું દિવસ પછી ભારતમાં પાંચ  હજારથી વધુ કેસ નોંધાયા. રોજ 33.7 ટકાના દરે કોરોનાના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ અને એના લક્ષણો વિશે આપણે અપડેટ થતાં રહીએ છીએ. સવાલ એ છે કે, શું એલર્ટ થવાનો સમય આવી ગયો છે?  
4,31,97,522 આ આંકડો ભારતમાં કોવિડ કેસીસનો છે. હવે દિવસે ને દિવસે આ ફિગર વધી રહ્યા છે. આઈઆઈટી કાનપુરે એક અભ્યાસ બાદ કહેલું કે, બાવીસમી જૂનથી કોરોનાની ચોથી લહેર શરુ થશે. જે ચોવીસમી ઓક્ટોબર સુધી રહેશે. કોવિડ સંક્રમણની વાતને હવે આપણે થોડી હળવી લઈ રહ્યા છીએ. અગાઉ કોઈને આપણી આસપાસ છીંક આવે તો પણ આપણે એલર્ટ થઈ જતા હતા. સેનિટાઈઝરથી હાથને જંતુમુક્ત કરવા, સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેન કરવું, માસ્ક પહેરી  રાખવું, સાબુથી સતત હાથને ધોવા, વસ્તુઓને જંતુમુક્ત કરવા યુવી બોક્સનો ઉપયોગ, વિટામીન સીનું સેવન કરવું, ગરમપાણી પીવું, ઉકાળો પીવો આ બધું ધીમે ધીમે આપણી રોજબરોજની જિંદગીમાંથી ગાયબ થઈ ગયું છે.  
કોરોનાને યાદ કરવા જેવો નથી એવી વાતો કરતાં લોકો માટે ફરી ખતરો શરુ થઈ ગયો છે. કોવિડની પહેલી અને બીજી લહેરમાં જેમણે ભોગવ્યું છે એ લોકોમાં થોડી સાવચેતી છે. કોવિડની પહેલી-બીજી લહેરમાં જે લોકો સંક્રમિત થઈને બહાર નીકળી આવ્યા છે એમને પોસ્ટ કોવિડ તકલીફોનો પાર નથી. સાયલન્ટ કિલરની જેમ કોરોનાના વાયરસે શરીરના ક્યા ભાગમાં નુકસાન કર્યું છે એ હવે ખબર પડી રહી છે. કોઈના હાડકાં નબળાં પડી ગયા છે તો કોઈનો અવાજ બેસી ગયો છે... દરેકને નાનીમોટી તકલીફ દેખાઈ રહી છે. ઉંમર મુજબ થતાં રોગો, શારીરિક તકલીફોમાં જરા સરખું પણ જો અનિયમિત- અનયુવઝલ લાગે તો  મેડિકલ સાયન્સ અત્યારે એમ જ કહે છે કદાચ આ પોસ્ટ કોવિડ ઇફેક્ટ હોય શકે.  
હકીકત એ છે કે, આપણા દેશે તમામ ક્ષેત્રોમાં અને આપણાં દેશવાસીઓએ અંગતરીતે ઘણુંબધું ગુમાવ્યું છે. હવે આપણને વધુ નુકસાન પોસાય એમ નથી. એટલે  જ આપણે વધુ સાવચેતી રાખવાની જરુર છે. વેરિઅન્ટ ઘાતક ન હોય તો પણ એની શરીર ઉપર આડઅસરોને ખાળવી અઘરી છે. ન સમજાય એવો આ વાયરસ આપણને કેટલું નુકસાન કરે છે એનો કોઈ ચોક્કસ અભ્યાસ હજુ ક્યાંય બહાર આવ્યો જ નથી. ડેલ્ટા વેરિઅન્ટની લહેરે હાહાકાર મચાવી દીધો હતો. એની અસરો હજુ પણ વર્તાઈ રહી છે. માટે જ સાવચેતી વધુ જરુરી છે.  
જાહેર સભાઓ, મેળાવડાંઓ, લગ્નપ્રસંગોમાં માસ્ક વગરના ચહેરાઓ જોઈને આપણે રાજી થઈએ એ સ્વભાવિક છે. ઘરની અંદર પૂરાઈ રહીને આપણે બહુ દિવસો ગાળ્યા છે. હવે એવા દિવસો ન જોવા હોય તો ધ્યાન રાખવું જરુરી છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે, પેન્ડેમિક હવે એન્ડેમિક થવાનો છે. પણ આ ન સમજાય એવો વાયરસ કઈ રીતે વર્તશે એનું અનુમાન પણ કોઈ કરી શકે એમ નથી. જે રીતે આપણે બિન્ધાસ્તરીતે માસ્ક વગર ફરવા લાગ્યા છીએ એ આપણાં લોકો માટે જ ચિંતાજનક છે. વાયરસ ધીમે ધીમે ઓછો ઘાતક થઈ રહ્યો છે. પણ સાવચેતી રાખીશું તો આપણને ઓછું નુકસાન થવાનું છે એ વાત તો નક્કી છે. કેટલાંક લોકો એવા છે જે બધી લહેરની ઝપટે ચડી ગયા છે તો ઘણાં લોકો એવા પણ છે જેમને એકેય લહેરમાં કંઈ જ નથી થયું.  વેક્સિન લેવામાં અને કેટલાંક નિયમો પાળવામાં આપણે કચાશ રાખીશું તો આપણને જ નુકસાન જવાનું છે. સરકાર કેટલાંક નિયમો કડક કરે ત્યારે સમજવા કરતાં આપણે આપણી રીતે ડિસીપ્લીન રાખીએ એવી સમજ આપણી અંદર ક્યારે કેળવાશે? બધી જ જવાબદારી સરકારની જ? નાગરિક તરીકે આપણી કોઈ ફરજ જ નથી? વધી રહેલા કેસના આંકડામાં તમારો આંકડો ઉમેરાય એ પહેલાં સાવચેતી જ સૌથી વધુ મદદરુપ બનવાની છે.
Advertisement
Tags :
Advertisement

.