ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તર કોરિયામાં ફરી નોંધાયો કોરોનાનો કેસ, કિમ જોંગ ઉને લગાવ્યું લોકડાઉન

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળ્યા બાદ ગુરુવારથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.  કિમે તેને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યારે અધિકારીઓને કોરોનાના સંક્રમણને  ફેલાતું રોકવા માટે COVID-19 નિવારક પગલાંને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ પણ આપી દીધો છે. કડક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. કોરોનાનું સંક્ર્મણ ફેલà
02:36 AM May 12, 2022 IST | Vipul Pandya
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળ્યા બાદ ગુરુવારથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.  કિમે તેને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યારે અધિકારીઓને કોરોનાના સંક્રમણને  ફેલાતું રોકવા માટે COVID-19 નિવારક પગલાંને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ પણ આપી દીધો છે. કડક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. કોરોનાનું સંક્ર્મણ ફેલાતું થયાના બે વર્ષ બાદ પ્યોંગયાંગ (Pyongyang) માં પ્રથમ કોરોના સંક્રમિત જોવા મળ્યો છે. જે બાદ કોરોનાને લઈને કડક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.
ગુરુવારે રાજધાની પ્યોંગયાંગ (Pyongyang)માં કેટલાક લોકોનો કોવિડ (covid ) ટેસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. દર્દીને આઈસોલેટ કરવામાં આવ્યો છે. જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. દેશમાં અનિશ્ચિત સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
કોરોનાનો મામલો સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને સત્તાધારી કોરિયન વર્કર્સ પાર્ટી પોલિટબ્યુરોની બેઠક બોલાવી, જ્યાં સભ્યોએ તેના એન્ટી-વાયરસ પગલાં વધારવાનો નિર્ણય કર્યો. આ મીટિંગ દરમિયાન, કિમ જોંગ ઉને અધિકારીઓને કોરોના સંક્રમણને અટકાવવા અને શક્ય તેટલી વહેલી તકે સંક્ર્મણના મૂળને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.
મહામારીની શરૂઆતમાં જ્યાં તમામ દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ત્યારબાદ ઉત્તર કોરિયાએ અહીં કોવિડ કેસ શૂન્ય હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ઉત્તર કોરિયાએ પોતાના પર નિયંત્રણો લાગવી દીધા હતા. ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થોની અછતના સમાચાર આવવા લાગ્યા. જાન્યુઆરી 2020માં ઉત્તર કોરિયાએ લગભગ બે વર્ષ માટે ચીન સાથેની તેની સરહદ સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી.
ઉત્તર કોરિયાએ ગયા વર્ષે એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું હતું કે તેણે આ જ મહિનામાં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આમાં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જો કે ઉત્તર કોરિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કડક સેન્સરશિપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવવી અશક્ય છે.
Tags :
CoronaCorona'sGujaratFirstKimJongUnlockdownnorthkorea
Next Article