ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક મૃત્યુ સહિત આજે નવા 737 કેસ

ગુજરાતમાં ફરીએકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 737 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત પણ નોંધાયું છે. સામે કોરોનાની સારવાર બાદ 687 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક મૃત્યુ પણ થયું છે. અત્યાર સુધી 10951 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 25 હજાર 263 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ
03:11 PM Jul 14, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં ફરીએકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 737 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત પણ નોંધાયું છે. સામે કોરોનાની સારવાર બાદ 687 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક મૃત્યુ પણ થયું છે. અત્યાર સુધી 10951 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 25 હજાર 263 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4274 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 25 હજાર 263 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં રાજ્યનો રિકવરી રેટ 98.77 ટકા છે.  
 
જાણો ક્યા કેટલા કેસ નોંધાયાં 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 299 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશન 72, વડોદરા કોર્પોરેશન 60, ગાંધીનગર કોર્પોરેશન 30, મહેસાણા 28, સુરત 21, ભાવનગર 20, કચ્છ 17, ભાવનગર કોર્પોરેશન 16, પાટણ 16, રાજકોટ 15, રાજકોટ કોર્પોરેશન 15, ગાંધીનગર 14, અમરેલી 13, મોરબી 11, નવસારી 11, વલસાડ 11 એમ કુલ 737 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4274 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 25 હજાર 263 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10951 લોકોના મોત થયા છે.  ગુજરાત રાજ્યમાં હાલમાં રિકવરી રેટ 98.77 ટકા છે. 
ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ વધુ વેગવંતી કરાઇ 
રાજ્યમાં સતત કોરોના સામે મજબૂતી મેળવવા રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવતી કાલથી રાજ્યમાં મફતમાં પ્રિકોસન ડોઝ આપવાનું પણ ચાલ કરાશે. રાજ્યમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 65,829 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 20 લાખ 56 હજાર 649 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.
Tags :
CoronaUpdateCoronaVaccineCoronaViruscovid19gujaratGujaratFirst
Next Article