ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના આ 4 મોટા શહેરમાં કોરોનાએ મચાવ્યો કહેર, હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીમાં 64 ટકા આ 4 શહેરોના...

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. અને એક દિવસમાં કેસની સંખ્યા 20 હજારથી પણ વધી ગઇ. ત્યારે આની અસર રાજ્યના 4 મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વધુ થઇ હોવાના આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આગળ છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાંથી 64 ટકા દર્દી મેટ્રો સિટી જ્યારે 36
08:20 AM Jan 29, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. અને એક દિવસમાં કેસની સંખ્યા 20 હજારથી પણ વધી ગઇ. ત્યારે આની અસર રાજ્યના 4 મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વધુ થઇ હોવાના આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આગળ છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાંથી 64 ટકા દર્દી મેટ્રો સિટી જ્યારે 36 ટકા અન્યના છે.
જો કે રાજ્યમાં વધતા કેસની વચ્ચે રાહતની વાત એ છે કે આ લહેરમાં દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ખુબ જ ઓછી છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરી 2022ના 26 દિવસમાં ગુજરાતભરમાંથી  કોરોના કારણે 1 હજાર 608 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં 108 મારફતે દાખલ થયા હતા .જે સંખ્યા બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા કરતા અનેક ગણી ઓછી છે. અને તેમાં પણ 1 થી  26 જાન્યુયારી દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થયેલ કુલ દર્દીઓમાંથી મોટા શહેરોના 1 હજાર 25  અને આ 4 મોટા શહેર સિવાયના આખા રાજ્યના 583 દર્દીઓ હતા. આમ કોરોના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યાના 64 ટકાથી વધુ દર્દીઓ અમદાવાદ, રાજકોટ, સુરત, અને વડોદરાના છે. જ્યારે 36 ટકા જેટલા દર્દીઓ આખા રાજ્યમાંથી હતા.
108ના આંકડા પ્રમાણે કોરોનાનું સંક્રમણ મોટા શહેરામાં વધારે જોવા મળ્યું છે. જો કે આંકડાઓ પર નજર કરીએ તો 21મી જાન્યુઆરીએ રાજ્યમાં 114 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેની સામે 5 દિવસ બાદ 26મી જાન્યુઆરીએ તે સંખ્યા ઘટી 78 થઇ હતી. જે એ વાત સૂચવે છે કે આગામી થોડા સમયમાં કોરોનાની ત્રીજી લહેર થમી જશે.
Tags :
AhmedabadCoronaGujaratFirstRAJKOTSuratVadodara
Next Article