Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના સમાપ્ત નથી થયો, બાળકોની રસીકરણ ઝુંબેશ વધુ અસરકારક બનાવવામાં આવે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે  એક વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે  દેશની  શાળાના બાળકો માટે COVID-19 રસીકરણના કવરેજને વધારવા, બાળકો માટે અસરકારક વેક્સિન તેમજ વૃદ્ધો માટે બૂસ્ટર ડોઝ અને જીનોમ સિક્વન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. માંડવિયાએ સમીક્ષા બેઠકમાં રાજ્યોને કહ્યું, “àª
12:56 PM Jun 13, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે  એક વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે  દેશની  શાળાના બાળકો માટે COVID-19 રસીકરણના કવરેજને વધારવા, બાળકો માટે અસરકારક વેક્સિન તેમજ વૃદ્ધો માટે બૂસ્ટર ડોઝ અને જીનોમ સિક્વન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. માંડવિયાએ સમીક્ષા બેઠકમાં રાજ્યોને કહ્યું, “કોવિડ-19 હજી સમાપ્ત થયું નથી. કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો સાથે, સતર્ક રહેવું અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે.”
5 સ્તરીય વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ ચાલુ રાખવા અને મજબૂત કરવા તેમજ દેશમાં નવા મ્યુટન્ટ્સને ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહ્યું છે.." તેમણે કહ્યું કે પરીક્ષણ, ટ્રેકિંગ, સારવાર, રોગસામેરક્ષા અને COVID એપ્રોપ્રિયેટ પ્રેક્ટિસ (CAB)નું પાલન કરવાની આ પાંચ સ્તરીય વ્યૂહરચના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ચાલુ રાખવાની અને દેખરેખ રાખવાની જરૂર છે.કેટલાક જિલ્લાઓ અને રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો અને કોવિડ-19 ચેકીંગમાં ઘટાડો થવા બાબતે  માંડવિયાએ કહ્યું કે ઝડપી અને સમયસર ચેકીંગથી કેસની વહેલી ઓળખ થશે તો અન્ય લોકોમાં આ રોગનું સંક્રમણ અને મહામારીના ચેપનો ફેલાવો રોકવામાં મદદ મળશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી
રાજ્યોને 'હર ઘર દસ્તક 2.0' અભિયાન વેગવંતુ કરવા અપીલ 
આજની આ બેઠકમાં, રાજ્યોને કોવિડ-19 માટે સંશોધિત સર્વેલન્સ વ્યૂહરચના માટે કોરોનાની ગાઇડલાઇનના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા, રાજ્યોમાં આવતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની દેખરેખ પર અને આરોગ્ય સુવિધાઓ, લેબ ટેસ્ટીંગ, વગેરે દ્વારા દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરવામાં આવી હતી. સાથે જ તમામ રાજ્યોને વધુમાં કહેવામાં આવ્યું છે કે, સંવેદનશીલ વય જૂથોમાં રસીકરણ કરવું જરુરી છે, તેમણે રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે 1 જૂનથી શરૂ કરાયેલ 'હર ઘર દસ્તક 2.0' અભિયાનની સ્થિતિની દેરક રાજ્યો દ્વારા સમીક્ષા  કરવા વિનંતી કરી. 

કોરોના ચેપનો દૈનિક દર ત્રણ ટકાને વટાવી ગયો છે
જો કોરોનાની વર્તમાન પરિસ્થિતની વાત કરીએ તો ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 8,084 નવા કેસના સાથે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,30,101 થઈ ગઈ છે. સાથે જ, દેશમાં સંક્રમણનો દૈનિક દર લગભગ ચાર મહિના પછી ત્રણ ટકાને વટાવી ગયો છે. તાજેતરના  અપડેટ ડેટા અનુસાર, ભારતમાં કોરોનાના કારણે વધુ 10 લોકોના મોત થયાં છે, મૃત્યુઆંક વધીને 5,24,771 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.11 ટકા છે.
દેશમાં કોવિડ-19 મૃત્યુ દર 1.21 ટકા છે
છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 3,482 નો વધારો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.68 ટકા છે. અપડેટ ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 3.24 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 2.21 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,57,335 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19 મૃત્યુ દર 1.21 ટકા છે.  સાથે જ, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 195.19 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
Tags :
busterdoseCoronaCoronainIndiacoronatodayCoronavirusnewsGujaratFirstMANSUKHMANDAVIYAveccineinindia
Next Article