ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં કોરોનાના કેસમાં વધારો, આજે 3 મહિના બાદ નોંધાયા સૌથી વધુ નવા કેસ

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસનો ગ્રાફ ઉપર ગયો છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે કેસમાં વધારો થયો છે. 3 મહિના બાદ આજે સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જે હવે જનતા અને સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરà
04:22 AM Jun 15, 2022 IST | Vipul Pandya
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસનો ગ્રાફ ઉપર ગયો છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે કેસમાં વધારો થયો છે. 3 મહિના બાદ આજે સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જે હવે જનતા અને સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે. 
દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ આજે 8 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. સમગ્ર દુનિયા કોરોનાના આતંક વચ્ચે પીસાઇ રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કેસ ભારતમાં ઓછા થઇ ગયા હતા. કહેવાતું હતું કે, વેક્સિનેશનમાં વધારો થવાના કારણે આ કેસ ઓછા થઇ ગયા છે. પરંતુ હવે અચાનક જ દૈનિક કોરોનાના કેસમાં વૃદ્ધિ આવવા લાગી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8,822 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જેના કારણે કુલ સંખ્યા વધીને 4,32,45,517 થઈ ગઈ છે.

ભારતમાં કુલ COVID-19 કેસલોડ 4,32,45,517 છે, જેમાંથી સક્રિય કેસલોડ 53,637 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 3,089 નો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 15 મૃત્યુ નોંધાયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 5,24,792 પર પહોંચી ગયો છે. ભારતનો રિકવરી રેટ હવે 98.66% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,718 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,67,088 થઈ ગઈ છે. ભારતે છેલ્લા 24 કલાકમાં કુલ 13,58,607 ડોઝ આપ્યા છે, અને કુલ ડોઝની સંખ્યા 1,95,50,87,271 થઈ ગઈ છે. 
આ પણ વાંચો - દેશમાં આજે કોરોના વાયરસના નોંધાયા 6,594 નવા કેસ, Recovery Rate 98.67 ટકા
Tags :
CoronaUpdateCoronaVirusCovid19DeathGujaratFirstNewcasesPositivityRateRecoveryRatevaccinationvaccine
Next Article