ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા રાત્રી કર્ફ્યૂમાં અપાઇ છૂટ, લગ્ન પ્રસંગોમાં પણ 300 લોકોને મંજૂરી

રાજ્યમાં હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, ત્યારે સરકાર દ્વારા જે કોવિડ-29 પ્રતિબાંધો લગાવવામાં આવ્યા હતા તેને અનુલક્ષીને હવે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, અગાઉ કોરોના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જે હવે કોરોના કેસમાં ઘટાડો થતા હળવા કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેà
02:02 PM Feb 10, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, ત્યારે સરકાર દ્વારા જે કોવિડ-29 પ્રતિબાંધો લગાવવામાં આવ્યા હતા તેને અનુલક્ષીને હવે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, અગાઉ કોરોના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જે હવે કોરોના કેસમાં ઘટાડો થતા હળવા કરવામાં આવ્યા. 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ગાઈડલાઈન મુજબ રાત્રિ-કર્ફ્યુની સમય-મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આગાઉ રાત્રિ-કર્ફ્યુની સમય-મર્યાદા રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધીની હતી, તેમાં ઘટાડો કરી હવે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ-કર્ફ્યુનો સમય રાતનાં 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે અન્ય 19 શહેરોમાં રાત્રિ-કર્ફ્યુ હતો તેને હટાવી લેવામાં આવ્યો છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી  18 ફેબ્રુઆરી 2022 સુધી નવી ગાઇડલાઇન અમલમાં રહેશે. 
રાત્રી-કર્ફ્યૂના નિયમો અને છૂટછાટ
  • આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ
  • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારા લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે
  • બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે
કેટલા પ્રતિબાંધો અને કેટલી છૂટછાટ?

  • વેપાર-ધંધા
દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, કોમર્શિયલ સંસ્થાઓ,  સાપ્તાહિક ગુજરીબજાર, હાટ,  માર્કેટિંગ યાર્ડ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
  • હોટલ-રેસ્ટોરન્ટ્સ
હોટલ-રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે. 
  • સામાજિક-જાહેર કાર્યક્રમ
ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
  • જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી
બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 ટકા લોકોને જ મંજૂરી મળશે.
  • લગ્ન પ્રસંગો
ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
  • અંતિમક્રિયા
સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
  • વાહનવ્યવહાર
નૉન-AC  બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. AC બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે
  • જાહેર બાગ-બગીચા
રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સામાજિક અંતર, માસ્ક અનિવાર્ય રહેશે. 
  • સ્કૂલ-કોલેજ
ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની સ્કૂલોમાં ઓફલાઇન વર્ગોની છૂટ આપવામાં આવી. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે SOP સાથે યોજી શકાશે.
  • સ્પોર્ટ્સ સ્ટેડિયમ ઇવેન્ટ
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.
 
Tags :
CoronaguidelineGujaratFirst
Next Article