ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં નવા 50,407 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના 24 કલાકમાં નવા 50 હજાર 407 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં હાલમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે 24 કલાકમાં 804 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટિવિટીનો રેટ 3.48 ટકા થયો છે. હાલમાં ભારતમાં 6 લાખ 10 હજાર 443 કેસ થયા છે. અત્યાર સુધી 5 લાખ 7 હજાર 981 દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. રસીકરણના આંકડાની વાત કરીએ તો 172 કરોડથી વધુ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા à
Advertisement
દેશમાં કોરોનાના 24 કલાકમાં નવા 50 હજાર 407 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં હાલમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે 24 કલાકમાં 804 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટિવિટીનો રેટ 3.48 ટકા થયો છે.
હાલમાં ભારતમાં 6 લાખ 10 હજાર 443 કેસ થયા છે. અત્યાર સુધી 5 લાખ 7 હજાર 981 દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. રસીકરણના આંકડાની વાત કરીએ તો 172 કરોડથી વધુ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે.
શુક્રવારે દેશમાં 58,077 કોરોના દર્દીઓ નોંધાયા હતા, પરંતું છેલ્લા 24 કલાકમાં આ સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. એક દિવસમાં 8 હજારથી વધુ કેસો ઘટ્યા. હવે દેશમાં કુલ સક્રિય કેસ 6,10,443 છે, જે ગઈકાલ સુધીમાં 6,97,802 હતા.