Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો, ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે કેસ

દુનિયાભરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે વિશ્વમાં કોવિડના કેસ વધીને 47.86 કરોડ થઈ ગયા છે. વળી, 61.1 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રસીના 10.86 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વળી ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. શનિવારે (26 માર્ચ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 4,100 મૃત્યુ (કેટલાક રાજà
વિશ્વમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો  ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે કેસ
દુનિયાભરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે વિશ્વમાં કોવિડના કેસ વધીને 47.86 કરોડ થઈ ગયા છે. વળી, 61.1 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રસીના 10.86 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વળી ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. 
શનિવારે (26 માર્ચ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 4,100 મૃત્યુ (કેટલાક રાજ્યોમાં થયેલા મૃત્યુના બેકલોગ સહિત) સાથે કોરોના વાયરસના 1,660 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીમાંથી કુલ 2,499 લોકો ઠીક થયા છે, ત્યારબાદ કુલ રીકવરી રેટ લગભગ 98.75 ટકા પર પહોંચી ગયો છે અને કુલ રીકવરી ડેટા 4,24,80,436 પર પહોંચી ગયો છે. ભારતમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસ ઘટીને 16,741 (0.05%) પર આવી ગયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,20,855 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.
Advertisement

દરમિયાન, શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, દિલ્હીમાં શુક્રવારે 112 નવા COVID-19 કેસ અને એક મૃત્યુ નોંધાયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં સકારાત્મકતા દર વધીને 0.41 ટકા થયો છે. આ સાથે, રાષ્ટ્રીય રાજધાનીમાં કેસની સંખ્યા વધીને 18,64,358 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 26,150 થઈ ગયો છે. છેલ્લા દિવસે 27,644 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુરુવારે, દિલ્હીમાં 0.38 ટકાના સકારાત્મક દર અને એક મૃત્યુ સાથે 111 કોવિડ -19 કેસ નોંધાયા હતા.
યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ શનિવારે સવારે એક નવા અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ અને કોવિડથી કુલ મૃત્યુઆંક વધીને અનુક્રમે 478,619,889 અને 6,113,687 થઈ ગયો છે. વળી, રસીકરણની કુલ સંખ્યા વધીને 10,860,311,810 થઈ ગઈ છે. તાજેતરમાં, WHO એ પણ ચેતવણી આપી હતી કે, ટેસ્ટિંગનો અભાવ છતાં, વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં તેણે એશિયાના કેટલાક ભાગો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
Tags :
Advertisement

.