Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઘટાડો, 20 લોકોના થયા મોત

વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે આજે દેશ માટે રાહતના સમાચાર છે. દેશમાં આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,615 નવા કેસ નોંધાયા છે, જ્યારે 20 લોકોના મોત થયા છે. જોકે તે પાછલા દિવસો કરતા થોડો ઓછો છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના વાયરસના 16,678 નવા કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત થયા હતા.  દેશભરમાં કોરોનાના કેસ હવે સ્થિર જણાય છે. મંગળવારે, સંક્રમà
04:41 AM Jul 12, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે આજે દેશ માટે રાહતના સમાચાર છે. દેશમાં આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,615 નવા કેસ નોંધાયા છે, જ્યારે 20 લોકોના મોત થયા છે. જોકે તે પાછલા દિવસો કરતા થોડો ઓછો છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના વાયરસના 16,678 નવા કેસ નોંધાયા હતા જ્યારે 26 લોકોના મોત થયા હતા.  
દેશભરમાં કોરોનાના કેસ હવે સ્થિર જણાય છે. મંગળવારે, સંક્રમણના 13,615 નવા કેસ નોંધાયા છે. વળી, કોરોનાને કારણે 20 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 13,265 લોકો આ સંક્રમણથી સ્વસ્થ થયા છે. દેશમાં સકારાત્મકતા દર ઘટીને 3.23 ટકા પર આવી ગયો છે. વળી, સક્રિય કેસોની સંખ્યા વધીને 1,31,043 થઈ ગઈ છે. 10 જુલાઈના રોજ દેશભરમાં કોરોનાના 18,257 કેસ નોંધાયા હતા. આ દિવસે 42 લોકોના મોત થયા હતા. વળી, 14,553 લોકો સ્વસ્થ થયા હતા. ત્યારે સકારાત્મકતા દર 4.22 ટકા હતો અને સક્રિય કેસ 1,28,690 હતા. 

આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 13,265 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,31,043 થઈ ગયા છે. નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા આજે 330 વધુ છે. અગાઉ 9 જુલાઈના રોજ કોવિડ-19ના કારણે 43 દર્દીઓના મોત થયા હતા. આ દિવસે 18,840 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ પોઝિટિવિટી રેટ વધીને 4.14 ટકા થઈ ગયો હતો. જ્યારે સમગ્ર દેશમાં સક્રિય કેસ વધીને 1,25,028 થઈ ગયા છે. 
Tags :
coronapositiveCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article