ગુજરાતમાં કોરોનાના કેસો 2 હજારની નીચે, કેસોમાં ઘટાડો
ગુજરાતમાં કોરોનાના નવા કેસો 2 હજારની નીચે નોંધાયા છે. 24 કલાકમાં 1,646 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 2000ની નીચે નોંધાયા છે. 3,955 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાથી 24 કલાકમાં 20 દર્દીઓના મૃત્યુ થયાં છે. રાજ્યમાં રિકવરી રેટ 97.80 ટકા નોંધાયો છે. અમદાવાદમાં 560, વડોદરા કોર્પોરેશનમાં 371, સુરતમાં 116, રાજકોટમાં 96 કેસ નોંધાયા છે. અત્યાર સુધીà
Advertisement
ગુજરાતમાં કોરોનાના નવા કેસો 2 હજારની નીચે નોંધાયા છે. 24 કલાકમાં 1,646 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 2000ની નીચે નોંધાયા છે. 3,955 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાથી 24 કલાકમાં 20 દર્દીઓના મૃત્યુ થયાં છે. રાજ્યમાં રિકવરી રેટ 97.80 ટકા નોંધાયો છે.
અમદાવાદમાં 560, વડોદરા કોર્પોરેશનમાં 371, સુરતમાં 116, રાજકોટમાં 96 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 11,87,249 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 10,795 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. રસીકરણની વાત કરીએ તો શુક્રવારે સાંજના પાંચ વાગ્યાથી શનિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાત ભરમાં 2,28,507 કોરોના રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે જેમાં 35,302 પ્રિકોશન ડોઝનો પણ સમાવેશ થાય છે.
Advertisement