ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા રાહત, નવા 2,502 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા જનતાની સાથે તંત્રને પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના નવા 2,502 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના નવા 894 દર્દીઓ નોંધાયા. વડોદરામાં કોરોનાના 546 કેસ નોંધાયા, તો બીજી તરફ સુરતમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા
02:31 PM Feb 08, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા જનતાની સાથે તંત્રને પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના નવા 2,502 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના નવા 894 દર્દીઓ નોંધાયા. વડોદરામાં કોરોનાના 546 કેસ નોંધાયા, તો બીજી તરફ સુરતમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના નવા 94 કેસ નોંધાયા.
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો એ રાહતના સમાચાર છે, પરંતુ કોરોનાને કારણે થતા મૃત્યુઆંકમાં થતો વધારો ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 28 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુને ભેટયા. તેમાં 7 મૃત્યુ સાથે સૌથી વધુ મૃત્યુઆંક અમદાવદમાં નોંધાયો. જયારે વડોદરામાં 3 અને સુરતમાં 2 દર્દીઓ મોતને ભેટ્યા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7487 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા. હાલ રાજ્યમાં રિક્વરી રેટ 96.32 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 33,681 એક્ટીવ કેસ છે.
Next Article