Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોમવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં 18.7% નો ઘટાડો

દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે કોરોનાના કેસ 3 હજારથી ઉપર નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે તેમા ઘટાડો થયો છે. દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી છે. જેના પરિણામ સ્વરૂપ દેશમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 2,568 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા કેસ કરતાં 18.7% ઓછા છે. કુલ કેસલોડ હવે 4,30,84,913 છે. આ જ સમયગાળા દરમિયાન à
સોમવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં 18 7  નો ઘટાડો
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે કોરોનાના કેસ 3 હજારથી ઉપર નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે તેમા ઘટાડો થયો છે. દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી છે. જેના પરિણામ સ્વરૂપ દેશમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 
ભારતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 2,568 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા કેસ કરતાં 18.7% ઓછા છે. કુલ કેસલોડ હવે 4,30,84,913 છે. આ જ સમયગાળા દરમિયાન દેશમાં 20 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે, જે પછી કુલ મૃત્યુઆંક 5,23,889 થયો હતો. સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં 1,076 કેસ સાથે દિલ્હી છે, ત્યારબાદ 439 કેસ સાથે હરિયાણા, 250 કેસ સાથે કેરળ, 193 કેસ સાથે ઉત્તર પ્રદેશ અને 111 કેસ સાથે કર્ણાટક છે. 
Advertisement

આ પાંચ રાજ્યોમાંથી 80.58 ટકા નવા કેસ નોંધાયા છે, જેમાંથી 41.9% નવા કેસ માટે એકલું દિલ્હી જવાબદાર છે. ભારતનો રિકવરી રેટ હવે 98.74% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2,911 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,25,41,887 થઈ ગઈ છે. ભારતમાં સક્રિય કેસલોડ 19,137 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 363 નો ઘટાડો થયો છે. 
દરમિયાન, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16,23,795 કોરોના રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,89,41,68,295 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 4,19,552 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી કુલ ટેસ્ટની સંખ્યા 83,86,28,250 થઈ ગઈ છે.
Tags :
Advertisement

.