Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં આજે કોરોનાના કેસ 800ને પાર ,116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોના મોત

ગુજરાતમાં કોરોના કેસ પાછલા ઘણાં દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સાથે જ ચિંતાજનક બાબત એ પણ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોના મોત થયા છે. હાલમાં રાજ્યામાં એક્ટિવ કેસની સંખ્યા 4482 પર પહોંચી ગઈ છે. વેન્ટિલેટર પર 3 લોકો સારવાર લઈ રહ્યાં છે  સામે 612 લોકો ડિસ્ચાર્જ લઈ કોરોનાને હરાવી ચૂક્યાં છે. અમદાવાદ અને ભાવનગરમાં એક એક દર્દીએ કોરà
02:59 PM Jul 15, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં કોરોના કેસ પાછલા ઘણાં દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સાથે જ ચિંતાજનક બાબત એ પણ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોના મોત થયા છે. હાલમાં રાજ્યામાં એક્ટિવ કેસની સંખ્યા 4482 પર પહોંચી ગઈ છે. વેન્ટિલેટર પર 3 લોકો સારવાર લઈ રહ્યાં છે  સામે 612 લોકો ડિસ્ચાર્જ લઈ કોરોનાને હરાવી ચૂક્યાં છે. અમદાવાદ અને ભાવનગરમાં એક એક દર્દીએ કોરોનાથી જંગ હારી છે. 

જાણો ક્યાં કેટલા કેસ 
છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 298, જ્યારે ગ્રામ્યમાં 11, સુરત કોર્પોરેશનમાં 73, વડોદરા કોર્પોરેશનમાં 56, તો ગાંધીનગર કોર્પોરેશન 32 કેસ, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 30-30 કેસ નોંધાયા છે. આમ કુલ 148 દિવસ બાદ કોરોના કેસ 800ના આંકડાને પાર પહોંચ્યાં છે. છેલ્લાં 14 દિવસમાં 8458 નવા કેસ નોંધાયા છે. જેમાં પાછલા બે અઠવાડિયામાં 1 જુલાઇથી 14 જુલાઇ સુધીમાં 8458 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે 

રિકવરી રેટ 98.76 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10953 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 2,14,800 નાગરિકોનું રસીકરણ સાથે  રાજ્યમાં રસીના કુલ 11.22 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.76 ટકા પહોચ્યો છે. સાથેજ આજથી રાજ્યામાં ફરી એકવાર રસીકરણ વેગવંતુ કરાયું છે. આજથી ફ્રી બૂસ્ટર ડોઝ અભિયાન પણ શરુ કરાયું છે. 
 
આ પણ વાંચો- વીતેલા 24 કલાકમાં કોરોનાના કારણે દેશમાં 47ના મોત
Tags :
CoronaUpdateGujaratCoronaGujaratFirst
Next Article