દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાના કેસ, આજે નોંધાયા માત્ર આટલા કેસ
કોરોના માહામારી નામનો શબ્દ છેલ્લા ઘણા દિવસોથી વિશ્વ જાણે ભૂલી જ ગયુ છે. આ માહામારીના કારણે લાખો લોકો મોતને ભેટી ચુક્યા છે. પરંતુ આજે પરિસ્થિતિ થોડી અલગ દેખાઇ રહી છે. જીહા, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના દૈનિક કેસ હવે ઘટીને 5 હજાર પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 5,476 નવા કેસ નોંધાયા છે જ્યારે 158 લોકોના મોત થયા છે. શનિવારે à
04:30 AM Mar 06, 2022 IST
|
Vipul Pandya
કોરોના માહામારી નામનો શબ્દ છેલ્લા ઘણા દિવસોથી વિશ્વ જાણે ભૂલી જ ગયુ છે. આ માહામારીના કારણે લાખો લોકો મોતને ભેટી ચુક્યા છે. પરંતુ આજે પરિસ્થિતિ થોડી અલગ દેખાઇ રહી છે. જીહા, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના દૈનિક કેસ હવે ઘટીને 5 હજાર પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 5,476 નવા કેસ નોંધાયા છે જ્યારે 158 લોકોના મોત થયા છે.
શનિવારે કોરોનાના 5,921 કેસ નોંધાયા હતા, જ્યારે 269 લોકોના મોત થયા હતા. આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5,476 નવા કેસ નોંધાયા છે અને 158 લોકોના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 59,442 થઈ ગઈ છે. વળી, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,15,036 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4,23,88,475 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.
દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં લગભગ 178 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે દેશમાં કોરોના રસીના 26,19,778 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં રસીના 178 કરોડ 83 લાખ 79 હજાર 249 ડોઝ આપવામાં આવ્યા છે.
Next Article