સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
કોરોના આજે પણ વિશ્વના મોટા ભાગના દેશ માટે આજે પણ ખતરો બન્યો છે. જોકે, ભારતમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં આજે કોરોનાના દૈનિક કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આજે પણ દેશમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગુરુવારની સરખામણીએ થોડા ઓછા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે (9 સપ્ટેમ્બર) કેન્દ્રીય આરોગ્ય મંત્
કોરોના આજે પણ વિશ્વના મોટા ભાગના દેશ માટે આજે પણ ખતરો બન્યો છે. જોકે, ભારતમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં આજે કોરોનાના દૈનિક કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આજે પણ દેશમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગુરુવારની સરખામણીએ થોડા ઓછા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે (9 સપ્ટેમ્બર) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના રિકવરી રેટ લગભગ 98.70 ટકા પર પહોંચી ગયો છે અને કુલ રિકવરીનો આંકડો 4,39,06,972 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે, કુલ સક્રિય કેસ 50 હજારથી ઘટીને 49,636 પર આવી ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 50,342 હતી.
Advertisement
છેલ્લા 24 કલાકના ગાળામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં 706 કેસનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.11 ટકાનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે 5,28,121 છે. ભારતમાં કોવિડ-19 રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં 8 સપ્ટેમ્બર સુધી કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે 88,87,10,787 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગુરુવારે 3,16,504 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 2,14,55,91,100 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસીના 28,09,189 ડોઝ આપવામાં આવ્યા છે.