કોવિડ-19 અંગે રાહતના સમાચાર, દેશમાં સતત ઘટી રહ્યાં છે પોઝિટિવ કેસ
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71,365 નવા કેસ નોંધાયા છે અને 1217 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 1,72,211 લોકો સ્વસ્થ થયા છે. રાહતની વાત એ છે કે, દેશમાં પોઝિટિવ રેટ ઘટીને 4.54% થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,24,10,976 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાથી હજુ 8,92,828 એક્ટિવ કેસ છે જ્યારે 4,10,12,869 દર્દીઓ રીકવર થયા છે અને 5,05,279 દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે દેશમાં 1,70,87,06,705 વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 170 કરોડથી વધુ
કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, ઓછામાં ઓછી પાંચ કરોડ કિશોરીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં
આવ્યો છે, જ્યારે 28 લાખ સગર્ભા સ્ત્રીઓને પણ રસી આપવામાં આવી છે, જેમાંથી 11.6 લાખ ગર્ભવતી મહિલાઓને પ્રથમ ડોઝ
આપવામાં આવ્યો છે.