Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ

દેશમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય પરંતુ આજે પણ આ મહામારી આપણા જીવનથી પૂર્ણ રીતે દૂર થઇ નથી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ અંગે રણદીપ સુરજેવાલાએ જાણકારી આપી હતી.  કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લઇને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોનિયા ગાંધીને લઇને સમાચાર આપતા àª
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ
દેશમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય પરંતુ આજે પણ આ મહામારી આપણા જીવનથી પૂર્ણ રીતે દૂર થઇ નથી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ અંગે રણદીપ સુરજેવાલાએ જાણકારી આપી હતી. 
Advertisement

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લઇને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોનિયા ગાંધીને લઇને સમાચાર આપતા કહ્યું કે, તેઓ કોરોના પોઝિટિવ છે. સોનિયા ગાંધીને હળવા તાવના લક્ષણો પણ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ જાણકારી આપી છે. રણદીપ સુરજેવાલાના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધી ભૂતકાળમાં ઘણા નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે સોનિયા ગાંધીને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યા હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, સોનિયા ગાંધી ગયા અઠવાડિયાથી નેતાઓ અને કાર્યકરો સાથે ઘણી બેઠકો કરી રહ્યા છે. બુધવારે સાંજે તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. સોનિયા ગાંધીમાં હળવા લક્ષણો બતાવી રહ્યા છે અને તેમણે પોતાને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું, ગઈકાલે સાંજે સોનિયા ગાંધીને હળવો તાવ આવ્યો હતો. તેમણે કોવિડની તપાસ કરી અને પોતાને અલગ કરી લીધા હતા. તબીબી સલાહ લેવામાં આવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે." આ પહેલા બુધવારે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પુષ્ટિ કરી હતી કે, સોનિયા ગાંધી 8 જૂને ED ઓફિસની મુલાકાત લેશે. જ્યારે રાહુલ ગાંધીએ ED સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે.
Tags :
Advertisement

.