રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજને કોંગ્રેસ નેતાએ આપી જીભ કાપી નાખવાની ધમકી
દેશમાં આજે વડાપ્રધાન મોદી બાદ જો કોઇ નેતાની ચર્ચા થઇ રહી હોય તો તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે. ગત દિવસોમાં રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે 2019 માં તેમના દ્વારા આપવામાં આવેલા એક ભાષણને લઇને 2 વર્ષની સજા સંભળાવી,...
Advertisement
દેશમાં આજે વડાપ્રધાન મોદી બાદ જો કોઇ નેતાની ચર્ચા થઇ રહી હોય તો તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે. ગત દિવસોમાં રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે 2019 માં તેમના દ્વારા આપવામાં આવેલા એક ભાષણને લઇને 2 વર્ષની સજા સંભળાવી, ત્યારબાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી. તેટલું જ નહીં રાહુલ ગાંધીને સરકારી ઘર પણ ખાલી કરાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ નાના-મોટા નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને ભાજપ પર વિપક્ષને દબાવવા માટે આ પ્રમાણે કરવામાં આવી રહ્યું હોવાનું કહી રહ્યા છે. આ વચ્ચે તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ એક એવું નિવેદન આપ્યું છે જે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજને જ ધમકી
માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુજરાતના સૂરજ જિલ્લાની અદાલતે સજા ફટકારી હતી. જેને લઇને તમિલનાડુના એક કોંગ્રેસ નેતા એટલા ગુસ્સે થયા કે તેમણે આ સજા ફટકારનાર જજને જ ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું કે, જો પાર્ટી સત્તામાં આવશે તો રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજની જીભ કાપી નાખશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 2019 ના ગુનાહિત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. તેમની ટિપ્પણી બદલ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વિસ્તારમાં વાત કરીએ તો કોંગ્રેસની SC/ST પાંખ તામિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા સામે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પાર્ટીના જિલ્લા પ્રમુખ મણિકંદને જણાવ્યું હતું કે, 23 માર્ચે સુરત કોર્ટના ન્યાયાધીશે અમારા નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જસ્ટિસ એચ વર્મા સાંભળો, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે અમે તમારી જીભ કાપી નાખીશું.
પોલીસે નોંધ્યો કેસ
મામલો પ્રકાશમાં આવતાની સાથે જ ડિંડીગુલ પોલીસે મણિકંદન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. કહેવામાં આવ્યું છે કે તેમની સામે ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 23 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલની સંસદની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. 2019 માં, કર્ણાટકમાં એક રેલીમાં, રાહુલે મોદી અટક પર ટિપ્પણી કરી હતી - 'નીરવ મોદી, લલિત મોદી... બધા ચોરોની એટક મોદી કેમ છે?' આ નિવેદન પર ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા બાદથી વિપક્ષ કેન્દ્ર પર સતત હુમલો કરી રહ્યો છે. રાહુલ ગાંધીના સમર્થનમાં અનેક વિપક્ષી પાર્ટીઓ આગળ આવી છે. દેશની સૌથી જૂની પાર્ટી તેના નેતાને દોષિત ઠેરવવા અને સંસદમાંથી ગેરલાયક ઠેરવવા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.