Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, જૈવિક હથિયારની જેમ કર્યો ઉપયોગ, ચીનના જ રિસર્ચરનો ઘટસ્ફોટ

ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિસર્ચરે દાવો કર્યો છે કે ચીને જાણી જોઇને આખ્ખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો , અને કોવિડ-19નો જૈવિક હથિયારની જેમ ઉપયોગ કર્યો, જેથી લોકોને સંક્રમિત કરી શકાય. દાવો કરાયો છે કે આ ચીન દ્વારા દુનિયા...
02:42 PM Jun 28, 2023 IST | Vishal Dave

ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિસર્ચરે દાવો કર્યો છે કે ચીને જાણી જોઇને આખ્ખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો , અને કોવિડ-19નો જૈવિક હથિયારની જેમ ઉપયોગ કર્યો, જેથી લોકોને સંક્રમિત કરી શકાય. દાવો કરાયો છે કે આ ચીન દ્વારા દુનિયા સામે ચલાવાઇ રહેલા જૈવિક આતંકવાદનો એક ભાગ હતો

 

 

રિસર્ચર શાઓએ કહ્યું કે તેના સાથીઓને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા, તેમને કહેવામાં આવ્યું હતું કે તપાસ કરો કે કયો સ્ટ્રેન સૌથી વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ સ્તબ્ધ કરી દેનારો ખુલાસો ઇન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનની સદસ્ય જેનિફર જેંગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો. ચીનમાં પેદા થયેલી માનવઅધિકાર કાર્યકર્તા અને લેખક છે.

26 મિનીટના ઇન્ટરવ્યૂમાં શાઓએ કહ્યું કે કઇ રીતે તેમના સાથી રિસર્ચરને તેમના સુપિરિયરે કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા હતા. કહ્યું હતું કે ટેસ્ટ કરીને બતાવો કે આ ચારેયમાંથી કયા સ્ટ્રેનમાં ફેલાવવાની ક્ષમતા સૌથી વધારે છે. કયો સ્ટ્રેન વધુમાં વધુ પ્રજાતિઓને સંક્રમિત કરી શકે છે, અને એ પણ તપાસ કરો કે તે માણસોને કેટલી હદે બીમાર કરી શકે તેમ છે. ચાઓ શાઓએ કહ્યું કે ચીને કોરોના વાયરસનો જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

Tags :
biological weaponChinaChinese researcherCorona VirusdeliberatelyRevelationspread
Next Article