State Monitoring Cell માં બદલી કે સફાઈ અભિયાન ?
રાજ્યભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાની જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) આજકાલ ચર્ચામાં છે. SMC ના બે PI બે PSI અને બે કોન્સ્ટેબલની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay DGP) તાજેતરમાં બદલી...
Advertisement
રાજ્યભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાની જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) આજકાલ ચર્ચામાં છે. SMC ના બે PI બે PSI અને બે કોન્સ્ટેબલની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay DGP) તાજેતરમાં બદલી કરી નાંખી છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલમાં અધિકારી-સ્ટાફની બદલી કરવામાં આવી કે પછી સફાઈ અભિયાન હાથ ધરાયું. આગામી દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓને લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. SMC માં આવવા ઈચ્છુક અધિકારી-કર્મચારીઓની કામગીરીનો ભૂતકાળ જોયા બાદ તેમના ઈન્ટરવ્યુ લેવાશે અને ત્યારબાદ પસંદગી કરવામાં આવશે.
Advertisement
કોને-કોને પરત મોકલી દેવાયા
એક સાથે ચાર અધિકારી અને બે કોન્સ્ટેબલને જે તે મહેકમમાં પરત મોકલી દેવાયા છે. પીઆઈ એસ સી તરડે (PI S C Tarade) પીઆઈ ડી કે વાઘેલા (PI D K Vaghela) પીએસઆઈ એ ડી ચાવડા (PSI A D Chavda) મહિલા પીએસઆઈ એન બી ઝાલા (PSI N B Zala) અને બે પોલીસ કર્મચારીને સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી ખસેડી લેવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી પરત મોકલી દેવાયેલા અધિકારી-કર્મચારીઓ પૈકી કોઈ બે વર્ષથી તો કોઈ એકાદ વર્ષથી ફરજ બજાવતા હતા.
શું છે ચર્ચા
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા કેટલાંક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ હતા. PI એસ સી તરડે અને PSI એ ડી ચાવડા પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા (Ashish Bhatia IPS) ના ખાસ મનાતા હતા. પીઆઈ તરડે, પીએસઆઈ ચાવડા અને મહિલા પીએસઆઈ ઝાલાની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. અત્રે નોંધનીય છે કે, SMC ના PI જવાહર દહિયા (Jawahar Dahiya) ને માનવ તસ્કરીના કેસ (Human Trafficking Case) ના મુખ્ય આરોપી બોબી પટેલ (Bobby Patel) ની અનઅધિકૃત રીતે પૂછપરછ કરવા બદલ દોષિત ગણવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં પીઆઈ દહિયાને ગૃહ વિભાગે સસ્પેન્ડ કરવા તત્કાલિન ડીજીપી આશિષ ભાટિયાને આદેશ કર્યો હતો, પરંતુ ભાટિયાએ પીઆઈ જે એચ દહિયા (PI J H Dahiya) ને બચાવવા અનેક પ્રયાસ કર્યા હતા અને અંતે ફરજ મોકૂફીનો હુકમ કર્યો હતો.
SMC ની શું છે કામગીરી
ગુજરાતના જુદાજુદા શહેરો-જિલ્લાઓમાં ચાલતી દારૂ, જુગાર, ખનીજ ચોરી, ગેસ કટિંગ, કેમિકલ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ક્રાઈમ બ્રાંચ, LCB અને રેન્જ સ્કવૉડ કાર્યરત છે. ગુનેગારો સ્થાનિક પોલીસ સાથે મળીને ગેરકાયેદસર પ્રવૃત્તિઓ બિનધાસ્તપણે ના ચલાવે તે માટે રાજ્ય પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા (SMC Raid) ની કામગીરી કરે છે. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજી વિજીલન્સ સ્કવૉડ (DG Vigilance Squad) પણ કહેવાતો હતો. કેટલાંક કિસ્સાઓમાં જરૂર જણાય તો સ્ટેટ મોનિટરિંગ સેલ તે કેસની તપાસ પોતાના હસ્તક લઈ લે છે. એક સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની છાપ ઉઘરાણા સ્કવૉડ તરીકેની હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement