Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોનાના આંકમાં આજે પણ થયો વધારો, Recovery Rate 98.68 ટકા નોંધાયો

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે જલ્દી જ કોરોનાના કડક નિયમો લાગુ કરવામા આવે તો નવાઇ નથી. દેશમાં કોરોનાના કેસ આજે પણ 8 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. સમગ્ર દુનિયા કોરોનાના આતંક વચ્ચે પીસાઇ રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કેસ ભારતમાં ઓછા થઇ ગયા હતા. કહેવાતું હતું કે, વેક્સિનેશનમાં વધારો થવાના કારણે આ કેસ ઓછા થઇ ગયા છે. પરંતà
દેશમાં કોરોનાના આંકમાં આજે પણ થયો વધારો  recovery rate 98 68 ટકા નોંધાયો

Advertisement

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે જલ્દી જ કોરોનાના કડક નિયમો લાગુ કરવામા આવે તો નવાઇ નથી. દેશમાં કોરોનાના કેસ આજે પણ 8 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. 
સમગ્ર દુનિયા કોરોનાના આતંક વચ્ચે પીસાઇ રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કેસ ભારતમાં ઓછા થઇ ગયા હતા. કહેવાતું હતું કે, વેક્સિનેશનમાં વધારો થવાના કારણે આ કેસ ઓછા થઇ ગયા છે. પરંતુ હવે અચાનક જ દૈનિક કોરોનાના કેસમાં વૃદ્ધિ આવવા લાગી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8,582 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 4 લોકોના મોત થયા છે. કોરોનાના કેસોમાં વધારો અને સાજા થનારા લોકોની ઓછી સંખ્યાને કારણે સક્રિય કેસોમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં સક્રિય કેસ વધીને 44,513 થઈ ગયા છે. જ્યારે એક દિવસ પહેલા સક્રિય કેસની સંખ્યા 40,370 નોંધાઈ હતી. સક્રિય કેસ હવે કુલ કેસના 0.10 ટકા છે.

દેશમાં કોરોનાથી 24 કલાક દરમિયાન ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,24,761 થઈ ગયો છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 4,435 નોંધાઈ છે, ત્યારબાદ દેશમાં આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 4,26,52,743 થઈ ગઈ છે. તેમજ રિકવરી રેટ 98.68 ટકા નોંધાયો છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 195.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વળી, દેશમાં કોવિડ -19 ની તપાસ માટે 85.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. તેમાંથી 3,16,179 છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે. આ સાથે, દૈનિક હકારાત્મકતા દર 2.71 તરીકે નોંધવામાં આવ્યો છે, જે સાપ્તાહિક હકારાત્મકતા દર કરતાં વધુ છે. સાપ્તાહિક હકારાત્મકતા દર 2.02 ટકા છે. 
Advertisement
Tags :
Advertisement

.